For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિક્કિમમાં અચાનક હિમવર્ષા બની આફત, સેના દેવદૂત બની 500 મુસાફરોના જીવ બચાવ્યા, જુઓ વિડીયો

11:00 AM Feb 22, 2024 IST | Bhumika
સિક્કિમમાં અચાનક હિમવર્ષા બની આફત  સેના દેવદૂત બની 500 મુસાફરોના જીવ બચાવ્યા  જુઓ વિડીયો

Advertisement

ઉત્તર-પૂર્વમાં સિક્કિમ રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે 500 થી વધુ પ્રવાસીઓ અને 175 વાહનો ફસાયા હતા. જેમાં સેનાના જવાનો પોતાના જીવ જોખમમાં મૂકીને પણ હિમવર્ષાને કારણે ફસાયેલા 500 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. સિક્કિમના નાથુ-લામાં ફસાયેલા આ પ્રવાસીઓ અને વાહનોને મદદ પહોંચાડવા આર્મી કામ કરી રહી છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ભારતીય સેનાના જવાનોએ બુધવારે સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર નાથુલામાં ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા 500 કરતા પણ વધારે પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. સેનાના નિવેદન અનુસાર, પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ બચાવ્યા હતા. આ ઉપરાંત તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને બચાવ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડી હતી. સેનાએ પ્રવાસીઓને ગરમ ખોરાક અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. નોંધનીય છે કે ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં લગભગ 175 વાહનો ફસાઈ ગયા હતા.

Advertisement

ભારતીય સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતનું કહેવું છે કે ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં સરહદોની સુરક્ષા કરતી વખતે નાગરિક પ્રશાસન અને લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર છે.

દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં, ખાસ કરીને પર્વતોમાં છેલ્લા ઘણા દિવસોથી હવામાનમાં પલટો આવ્યો છે. પહાડોમાં પણ ઘણી હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે મેદાની વિસ્તારોને પણ અસર થઈ રહી છે. તેજ પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement