For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

TRP અગ્નિકાંડના આરોપીઓને કડક સજાની માગણી સાથે કલેકટરને રજૂઆત

04:50 PM Jul 12, 2024 IST | Bhumika
trp અગ્નિકાંડના આરોપીઓને કડક સજાની માગણી સાથે કલેકટરને રજૂઆત
Advertisement

રાજકોટના નાનામવા નજીક ટીઆરપી અગ્નિકાંડના મુદ્દે આજે જુદા જુદા સંગઠનો દ્વારા અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા કરાવવાની માંગણી સાથે કલેકટર કચેરીમાં સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

રાજકોટનાં નાનામવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં દોઢ મહિના પહેલા લાગેલી ભીષણ આગમાં નવ બાળકો સહિત 27 વ્યક્તિઓ બળીને ભડથુ થઈ ગયા હતાં. આ ઘટનામાં અલગ અલગ ચાર એજન્સીઓએ તપાસ કરી રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કર્યો છે ત્યારે મહાનગરપાલિકા અને ફાયરબ્રિગેડના અધિકારીઓની ભ્રષ્ટ નીતિને કારણે આ અગ્નિકાંડ સર્જાયો હોય પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 15 શખ્સોની ધરપકડ કરી છે.

Advertisement

ટીઆરપી અગ્નિકાંડને મુદ્દે આજે રાજકોટનાં જુદા જુદા સંગઠનો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે ધસી જઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને પીડિતોને ન્યાય અપાવવા સુત્રોચ્ચાર કર્યા હતાં. જુદા જુદા સંગઠનો દ્વારા રજુઆતમાં અગ્નિકાંડના આરોપીઓને સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક આજીવન કે ફાંસીની સજા થાય તેવી માંગણી કરી હતી. તેમજ આ અગ્નિકાંડમાં જે પદાધિકારીઓની સંડોવણી છે તેઓની ધરપકડ થાય તેવી માંગણી કરી.

Advertisement
Tags :
Advertisement
Advertisement