For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સામાજિક-આર્થિક પડકારો સામે અડગ રહીને છાત્રો બન્યા તેજસ્વી

03:55 PM May 11, 2024 IST | Bhumika
સામાજિક આર્થિક પડકારો સામે અડગ રહીને છાત્રો બન્યા તેજસ્વી
Advertisement

અભ્યાસમાં સખત મહેનત અને સમયબદ્ધ વાંચનથી જ મળી સફળતા, સોશિયલ મીડિયા અને ટીવી મોબાઈલની ઝાકમઝોળથી જરાયા અંજાય નહીં

ગુજરાતમાં આજે ધો.10 પરિણામો રેકોર્ડબ્રેક આવ્યા છે અને રાજ્યના સાત લાખ જેટલા છાત્રોએ પરિક્ષા આપી હતી અને તેમાંથી 82.56 ટકા છાત્રો પાસ થયા છે ત્યારે ગરીબ પરિવારોના અનેક બાળકોએ પણ ઉચા માર્કસ મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ તે કહેવત મુજબ રાજકોટમાં અમુક બાળકો સામાજિક પડકારો સામે લડીને સારા પરિણામો લાવ્યા છે તો અમુક બાળકોના માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં સારા પરિણામો લાવવામાં સફળ રહ્યાં છે. સારા માર્કસ મેળવી સફળ થયેલા તારલાઓમાં એક વાત સૌથી સામ્ય છે કે, અભ્યાસ અને સમયબધ્ધ વાંચનના કારણે તેમણે સફળતા મેળવી છે. સોશ્યિલ મીડિયા તથા ટીવી મોબાઈલની ઝાકમઝોળથી દૂર રહીને આ બાળકો તેજસ્વી બન્યા છે.

Advertisement

જોષી ભક્તિ નામની વિદ્યાર્થીનીને 99.99 PR આવ્યા છે. 600 માથી 589 માર્ક જોશી ભક્તિએ પ્રાપ્ત કર્યા છે. તો સાથે જ સંસ્કૃત તેમજ સાયન્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100 માંથી 100 માર્કસ પ્રાપ્ત કર્યા વાતચીતમાં જોષી ભક્તિએ જણાવ્યું હતું કે, તે સ્કૂલે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઘરે પણ પાંચ થી છ કલાક વાંચન કરતી હતી. પિતા ઇન્કમટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર છે તેમાં જ આગળ પોતાને આઈટીમાં અભ્યાસ કરી એન્જિનિયર બનવું છે.
વઢવાણા ધ્રુવ નામના વિદ્યાર્થીને 99.99 PR આવ્યા છે. ધ્રુવને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100 માંથી 100 માર્કસ આવ્યા છે. પિતા સિંચાઈ વિભાગમાં તરીકે નિવૃત્ત થયા છે.

તેમજ પોતાને આગળ 11 - 12 સાયન્સ પૂર્ણ કર્યા બાદ આઈઆઇએટીમાં અભ્યાસ કરી એન્જિનિયર બનવું છે.ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરનારી શ્રીયા ખુંટ નામની વિદ્યાર્થીનીને 98.65 PR આવ્યા છે. શ્રીયાનું કહેવું છે કે, તેના પિતા રાજેશભાઈ ચાંદીકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માતા કિરણબેનને ગર્ભાશયનું કેન્સર છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેની માતાએ ત્રણ જેટલા ઓપરેશન કરાવ્યા છે. તેની માતા હાલ બેડ રેસ્ટ છે. ત્યારે ધોરણ 10 ના અભ્યાસ દરમિયાન પણ તેણી ઘરનું બધું જ કામ કરતી હતી. આમ સંઘર્ષ વચ્ચે પણ શ્રીયાએ સફળતા હાંસલ કરી હોવાનું સામે આવ્યું છે.

બોર્ડ ફર્સ્ટ આવેલી માંકડિયા જલપરીને બનવું છે MBBS
મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી હિતેષભાઈ ઠાકરશીભાઈ માંકડીયા (એકાઉન્ટન્ટ)ની પુત્રી જલપરીએ ધો.10 બોર્ડમાં 99.99 પીઆર સાથે ફર્સ્ટ નંબરે ઉર્તિણ થઈ છે. ટી.વી., મોબાઈલ અને ઉત્સવોથી દૂર રહી રોજની ઘરે પાંચ કલાક અભ્યાસમાં ધ્યાન આપી જલપરીએ પોતાની તેજસ્વીતા સાબિત કરી છે.

બોર્ડમાં ત્રીજો નંબર મેળવનાર પ્રિયાંશીને બનવું છે સોફટવેર એન્જિનિયર

રાજેશભાઈ ગુરૂલક્ષાણી (ખાનગી નોકરી)ની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિયાંશીએ સ્કૂલમાં સેક્ધડ અને બોર્ડમાં પણ 99.98 પીઆર સાથે સેક્ધડ નંબર મેળવી પોતાની શૈક્ષણિક કૂનેહ બતાવી છે. રોજ 4 થી 6 કલાકની મહેનત કરી ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર પ્રિયાંશીને સોફટવેયર એન્જિનિયર/ડેવલોપર બનવાની ઈચ્છા છે.

બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયેલી હેત્વી પટેલની IAS બનવાની ઈચ્છા

ભાવિકભાઈ પટેલ (ખાનગી નોકરી)ની પુત્રીએ મોદી સ્કૂલમાં ફર્સ્ટ અને ધો.10 બોર્ડમાં 99.97 પીઆર સાથે ત્રીજો નંબર મેળવીને પોતાની શૈક્ષણિક તેજસ્વિતા સાબિત કરી છે. તે અભ્યાસમાં આગળ આઈએએસ બનવાનું સ્વપ્ન સેવી રહી છે. રોજની 5-6 કલાકની મહેનતથી આવું ઝળહળતું પરિણામ મેળવ્યું હોવાનું હેત્વીએ ગુજરાત મિરરને જણાવ્યું હતું.

99.98 પર્સન્ટાઇલ મેળવનાર પ્રશિલ કુકડિયાનું સપનું છે IITમાં ભણવાનું
આપણી એક કહેવત છે મન હોય તો માળવે જવાય. આવું જ એક ઉદાહરણ છે રાજકોટના પ્રશિલ કુકડીયાનું. રાજકોટના પ્રશિલ કુકડીયાએ 99.99 પર્સન્ટાઈલ મેળવીને બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઘરની સાવ સામાન્ય સ્થિતિ, પિતાનું એસી રિપેરિંગનું કામ, માતાની બંને કિડની ફેલ હોય અને આવી વિકટ પરિસ્થિતિમાં પણ ધોરણ 10માં આટલા માર્ક્સ મેળવીને પ્રશિલે સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પરિણામ જાહેર થતાની સાથે જ પ્રશિલ કુકડીયાનાં પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ. પ્રશિલનાં પિતા મહેન્દ્રભાઈ અઈ રિપેરિંગનું કામ કરે છે. જયારે તેની માતાની બંને કિડની ફેલ છે, જેથી છેલ્લા સાત વર્ષથી તેમનું ડાયાલિસિસ સતત ચાલુ છે. આજકાલની મોંઘવારીમાં અને આવી વિકટ પરિસ્થિતિમાં પણ પિતા મહેન્દ્રભાઈએ દીકરા પ્રશિલને અભ્યાસ કરાવ્યો અને તેમની મહેનતનું આજે જબરદસ્ત પરિણામ આવ્યું છે કે પિતાની છાતી ગજગજ ફુલાતી હશે.

રાજકોટના પ્રશિલ કુકડિયાએ 99.99 પર્સન્ટ સાથે બોર્ડની પરીક્ષામાં ડંકો વગાડી દીધો છે. પ્રશિલનું સપનું છે કે તે આગળ જઈને IITમાં અભ્યાસ કરે. પ્રશિલે 600 માંથી 591 માર્કસ લાવીને પિતાનું નામ રોશન કર્યું છે. પિતાનું કહેવું છે કે વિકટ પરિસ્થિતિમાં પણ મારા દીકરાએ મહેનત કરીને આ પરિણામ મેળવ્યું છે. અને આગળ એ વધુ અભ્યાસ કરી શકે એ બનતા બધા જ પ્રયાસ કરીશ.

વૈશ્ર્વી ગુપ્તાએ મેથ્સમાં 100માંથી 100 ગુણ મેળવ્યા

ગુજરાત બોર્ડ દ્વારા આજે ધો-10નાં પરિણામો જાહેર કરાયા છે. જેમાં રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી વૈશ્વી ગુપ્તાએ 97.73 PR મેળવ્યા છે. એટલું જ નહીં મેથ્સમાં તો તેણીએ એકપણ માર્ક્સ ગુમાવ્યાં વિના પુરા 100 માર્ક્સ મેળવી પોતાના માતા-પિતા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. વૈશ્વીએ પોતાની સિદ્ધિનો શ્રેય શાળાના શિક્ષકો અને માતા-પિતાને આપતા જણાવ્યું હતું કે, અમારા શિક્ષકો દ્વારા નાનામાં નાની બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવતું હતું. સાથે જ કોઈપણ કવેરીનાં ઉકેલ માટે શિક્ષકો દ્વારા ફોન પર પણ જરૂૂરી માહિતી મળી રહેતી હતી. અને હું પણ દરરોજના 8 કલાકથી વધુ વાંચન કરતી હતી. જેમાં માતા-પિતાનો પણ પૂરતો સહયોગ મળ્યો હતો. જેને પગલે સફળતા મળી છે. આવનારા સમયમાં તેણીએ ઈંઅજ બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement