For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં વણથંભી તેજી, સેન્સેકસ 72000 અને નિફટી 21700ને પાર

11:20 AM Dec 28, 2023 IST | Bhumika
શેરબજારમાં વણથંભી તેજી  સેન્સેકસ 72000 અને નિફટી 21700ને પાર

ભારતીય શેરબજારમાં ગઈકાલે જોવા મળેલી તેજી આજે પણ જળવાઈ રહી છે. ગઈકાલે સેન્સેકસ ઈતિહાસમાં પ્રથમ વખત 72000 ઉપર બંધ થયો હતો. આજે વૈશ્ર્વિક બજારોમાં તેજીને પગલે ભારતીય શેરબજાર પણ રેકોર્ડ હાઈ પર ખુલ્યું હતું. ગઈકાલે 72038 પર બંધ સેન્સેકસ આજે 224 પોઈન્ટ ઉછળીને 72,262 પર ખુલ્યો હતો. બાદમાં 368 પોઈન્ટ ઉછળીને 72406નો નવો રેકોર્ડ હાઈ બનાવ્યો હતો. નીફટી પણ ગઈકાલે 21600ના સ્તરને પાર કરીને રેકોર્ડ હાઈ પર બંધ થઈ હતી. આજે નીફટી ગઈકાલના 21654 પર બંધ સામે 61 પોઈન્ટ ઉછળીને પહેલી વખત 21700ને પાર થઈ હતી. નીફટીમાં 105 પોઈન્ટનો ઉછાળો જોવા મળતા 21759નો નવો હાઈ નોંધાયો હતો.
દરમિયાન અમેરિકન બજાર પણ ફરી એકવાર નવા રેકોર્ડ સ્તર ઉપર બંધ થયં છે. એસ એન્ડ પી 500 ઈન્ડેકસ સર્વોચ્ચ સપાટીથી થોડો નીચે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 25 પોઈન્ટ વધ્યો હતો. આ ઉપરાંત એશિયાના મોટાભાગનાં બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે કાચા તેલના ભાવોમાં પણ દબાણ જોવા મળ્યું છે અને બ્રેન્ટ ક્રૂડની 80 ડોલર નીચે અને ડબલ્યુ ટી આઈ ક્રુડની 75 ડોલર નીચે પ્રતિ બેરલ કિંમત જોવા મળી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement