For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કડક છતાં સંવેદનશીલ ઓફિસર વિધિ ચૌધરી

12:38 PM Oct 18, 2023 IST | admin
કડક છતાં સંવેદનશીલ ઓફિસર વિધિ ચૌધરી

"5 વર્ષની નાની બાળકી પર રેપ થાય છે. છ જેટલી મેજર સર્જરી અને બીજી અનેક યાતનાઓ એ બાળા ભોગવે છે.સમાજ અને કાયદાની દૃષ્ટિએ તેને એક કેસ તરીકે જોવામાં આવે છે પણ તેના પરિવાર ઉપર શું વીતે છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. એ કેસ સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા બાદ બાળકીની માતાને જોબ અપાવી પિતાને પણ નોકરી અપાવી.દીકરીનું સતત કાઉન્સિલિંગ કરીને શાળામાં ભણવા મૂકી.આવા કેસમાં તપાસનીશ ઓફિસરની મનો:સ્થિતિ પણ તેમને હચમચાવી મૂકે તેવી હોય છે. બાળકો સાથે કોઈ અપરાધ ન થાય તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે.” આ શબ્દો છે છેલ્લા બે મહિનાથી રાજકોટના એડિશનલ કમિશનર ઓફ પોલીસની ફરજ બજાવનાર વિધિ ચૌધરીના.તેઓની જન્મભૂમિ રાજસ્થાન અને કર્મભૂમિ ગુજરાત છે.તેઓની છાપ કડક છતાં સંવેદનશીલ ઓફિસરની છે. અનેક કેસમાં સફળતા મેળવનાર વિધિ ચૌધરી હરહંમેશ સમાજમાંથી ક્રાઈમનું પ્રમાણ ઓછું થાય તે માટે પ્રયત્નશીલ રહે છે.
રાજસ્થાનના નાગોર જિલ્લામાં જન્મ અને અભ્યાસ કર્યો.માતા રાજેશ્રીબેન નેહરા પિતા સોમદત્ત નેહરા.બહેન નિધિ ચૌધરી આઇએએસ ઓફિસર છે અને ભાઈ પ્રવિણ ચૌધરી આણંદમાં કલેકટર છે.2009 આઇપીએસ ઓફિસરની બેચમાં પસંદગી થઈ પ્રોબેશન પિરિયડમાં સૌપ્રથમ પોરબંદરમાં ત્યારબાદ સુરત-કચ્છમાં એસપી તરીકે, અમદાવાદ તથા સુરતમાં ડીસીપી તરીકે અને હાલ એડિશનલ સી પી તરીકે રાજકોટમાં ટ્રાફિક ક્રાઈમ અને એડમિનિસ્ટ્રેશન સંભાળે છે.પોતાની કેરિયર બાબત તેઓએ જણાવ્યું કે, ‘કંચન ચૌધરી ભટ્ટાચાર્યની લાઈફ પરથી બનેલ ‘ઉડાન’ સિરિયલ જોતા જોતા આઇપીએસ ઓફિસર બનવાનું બીજ રોપાયું. ડિફેન્સ અથવા સિવિલ સર્વિસમાં જવાનો વિચાર કર્યો. 2009માં સિલેક્શન થયા બાદ 11 મહિનાની કઠિન ટ્રેનિંગ લીધી.જેમાં રોજ 5 કિ.મી. રનિંગ, સ્વિમિંગ,હોર્સ રાઇડિંગ, શૂટિંગ,રોક ક્લાઈમ્બિંગ વગેરે શીખવા સાથે મેન્ટલ ટ્રેનિંગ પણ મળી. જીવનમાં ક્યારેય હતાશ નહીં થવાનું અને ગીવ અપ નહીં કરવાની મોટી શીખ ટ્રેનિંગમાં મળી’.
તેઓએ સુરતમાં 2017 થી 2021માં બાળકો માટે ઘણા કાર્યક્રમ કર્યા.બાળકો ગુમ થાય અને તરત જ ટીમ કામે લાગી જાય એ રીતે 171 બાળકોને શોધ્યા હતા.સેફટી માટે સ્ટ્રીટ પ્રોજેક્ટ કર્યો.બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે સમજાવ્યું.3000 ટીચર્સને ટ્રેનિંગ આપી,5,000 બાળકોને ટ્રેઈન કર્યા. બે કેસમાં ફાંસી અને છ માં આજીવન સજા અપાવી. ફેમ ઇન્ડિયા દ્વારા 50 લોકપ્રિય પોલીસ હેડમાં તેઓ પસંદગી પામ્યા છે. તેઓએ સોસાયટીમાં વધતા ક્રાઇમ વિષે જણાવ્યું કે,"છેલ્લા દોઢ દાયકામાં સોસાયટીમાં બદલાવ આવ્યો છે તે રીતે ક્રાઈમમાં પણ બદલાવ આવ્યો છે પોપ્યુલેશન વધવા સાથે ક્રાઈમમાં વધારો થયો છે અને સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડના કિસ્સા વધ્યા છે”. તેણીને 2 વર્ષની દીકરી છે. સિંગલ મધર તરીકે તેઓ કામ અને બાળક વચ્ચે સુમેળ સાધીને રહે છે તે પ્રેરણારૂૂપ છે. તેઓનો અનુભવ છે કે ઘણીવાર ફિલ્ડમાં હોવાથી બાળકને ટાઈમ આપવો કઠિન બને છે ત્યારે માંની જાણે કસોટી થાય છે. તેઓનું સ્વપ્ન છે કે સમાજમાંથી ક્રાઈમ ઓછો થાય, અને તેઓ બાળકો માટે ઉત્તમ કામગીરી કરીને સમાજને ઉપયોગી થાય.

Advertisement

Advertisement
Advertisement
Advertisement