સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

'ફરી આવી રહી છે 'સ્ત્રી', ચંદેરીમાં આતંક ફેલાવવા', સ્ત્રી 2નું ખતરનાક ટીઝર રિલીઝ

02:12 PM Jun 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી હોરર-કોમેડી ફિલ્મોનો એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો. તેનું લેટેસ્ટ ઉદાહરણ ફિલ્મ મુંજ્યા છે. આ ફિલ્મે રિલીઝના 3 અઠવાડિયામાં જ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે થોડા સમય પછી ચાહકોને બીજી હોરર-કોમેડી ફિલ્મ જોવા મળશે. શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

https://www.instagram.com/reel/C8oJUtcoEL8/?utm_source=ig_web_copy_link

શ્રદ્ધા કપૂરની ફિલ્મ વિશે વાત કરીએ તો, આ ફિલ્મના પહેલા ભાગે ચાહકોનું ઘણું મનોરંજન કર્યું હતું. ટીઝરને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મની તર્જ પર બીજો ભાગ બનાવવામાં આવ્યો છે. સ્ત્રી 6 વર્ષ બાદ પરત ફરી રહી છે. અને શ્રદ્ધા કપૂરે પણ તેનું ટીઝર શેર કર્યું છે.

આ વખતે તમન્ના ભાટિયાએ પણ ફિલ્મમાં એન્ટ્રી કરી છે. ફિલ્મનું ટીઝર શેર કરવાની સાથે લખવામાં આવ્યું હતું કે - આ વખતે સ્વતંત્રતા દિવસ પર ચંદેરીમાં આતંક હશે. દંતકથા સ્વતંત્રતા દિવસ, 15 ઓગસ્ટ 2024ના રોજ પરત ફરી રહી છે.

Tags :
bollywoodbollywood newsindiaindia newsRajkummar RaoShraddha KapoorStree 2Stree 2 teaserStree 2 teaser release
Advertisement
Next Article
Advertisement