For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો, ગાયે ઢીંક મારતાં વૃદ્ધનું મોત

01:36 PM Apr 23, 2024 IST | Bhumika
ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો  ગાયે ઢીંક મારતાં વૃદ્ધનું મોત
  • વૃદ્ધને માથામાં હેમરેજ અને પાંસળી ભાંગી નાખી

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરે રસ્તા જતા લોકોને કે વાહન ચાલકોને ઠોકરે લીધા હોવાના બનાવ બને છે.ત્યારે વધુ એક બનાવ ભાવનગરમાં બનવા પામ્યો છે.

Advertisement

આ બનાવમાં ભાવનગરમાં આવેલા કુંભારવાડામાંથી પસાર થતા વૃદ્ધને ગાયે ઢીંક મારતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેઓનું સારવારમાં મોત નિયજયું હતું. આ બનાવ સામે આવતા જાણે તંત્ર જાગ્યુ હોય તમે ઢોર પકડ ઝૂંબેશ તેજ બનાવી છે.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રમણીકભાઇ ડાયાભાઇ પરમાર કુંભારવાડા વિસ્તારમાં મીલની ચાલી પાસેથી પસાર થઇ રહ્યાં હતા તે સમયે અચાનક જ ધસી આવેલી ગાયે રમણભાઇને ઢીંક મારતા રમણભાઇને ગંભીર પ્રકારની ઇંજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત રમણભાઇને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમના ભત્રીજાએ જણાવ્યું હતું કે, રમણભાઇને માથાના ભાગે અને પાસળીમાં ઇંજાઓ પહોંચી હતી અને ે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર ના મોટાભાગના વિસ્તારમાં ઠેરઠેર ગાયના ટોળા બેઠેલા જોવા મળે છે અને તેના કારણે વારંવાર ગાય દ્વારા શિંગડે ચડાવવામાં આવતાં નાનીમોટી ઇંજાના બનાવો બનતા હોવા છતાં મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોર બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેના કારણે આ પ્રકારના નાનામોટા બનાવો શહેરમાં સતત બનતા રહે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement