For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેસની લાઈન ડેમેજ થતાં 7000 ઘરોમાં ચૂલા ન સળગ્યા

12:31 PM May 10, 2024 IST | Bhumika
ગેસની લાઈન ડેમેજ થતાં 7000 ઘરોમાં ચૂલા ન સળગ્યા
Advertisement

બોર કરતી વખતે લાઈન તૂટી મનપાની ટીમ ઘટનાસ્થળે પહોંચતા બોરવેલ કરનાર સહિતના ભાગી છૂટ્યા, તાત્લીકાલીક મરામત કરી ગેસ પૂરવઠો પુર્વવત કરાયો

જામનગરમાં હિંમતનગર રોડ પર એક દુકાનદાર દ્વારા જાહેર રોડ પર ખોદ કામ કરીને પાણીનો બોર કરવામાં આવી રહ્યો હતોઝ દરમિયાન નીચેથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં બોરવેલ માંથી એકાએક ગેસના ફુવારા ઉડયા હતા, અને દુકાનદાર તેમજ બોરવેલ કંપની નો સ્ટાફ પલાયન થયો હતો. આ ઘટના બાદ ગેસ લીકેજ થવાના કારણે 7,000 જેટલા ગેસજોડાણ ધારકોને અસર થઈ હતી, અને ગેસ એજન્સી ની ટુકડી એ દોડી જઈ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી પૂર્ણ કરી લીધી હતી. ઉપરાંત એસ્ટેટ શાખાની ટુકડીએ દોડી જઈ બોરવેલ ની કંપની નો કેટલોક માલ સામાન જપ્ત કરી લીધો છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હિંમતનગર કોલોની રોડ પર એક દુકાનદાર દ્વારા પોતાના દુકાનના દરવાજા પાસે પાણીનો બોર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પાણીનો બોર કરવાનું શરૂૂ કરાવ્યું હતું.

ગુરુવારે સાંજે 6.30 વાગ્યાના અરસામાં બોર કરતી વખતે એકાએક નીચેથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, અને બોરવેલ માંથી એકાએક ગેસના ફુવારા ઉડયા હતા. જે ઘટનાને લઈને દુકાનદાર તેમજ બોરવેલ સંચાલકનો સ્ટાફ વગેરે અડધું કામ મૂકીને ભાગી છૂટયા હતા. આ ઘટનાને કારણે ગુજરાત ગેસ કંપનીના અંદાજે 7000 ગ્રાહકોને અસર થઈ હતી.

જે ઘટનાની જાણ થવાથી ગેસ એજન્સી નો સ્ટાફ બનાવ ના સ્થળે દોડી આવ્યો હતો, અને સૌ પ્રથમ પાઇપલાઇન માંથી પસાર થતો ગેસ બંધ કરી દઇ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી પૂર્ણ કરી લઈ ગેસ લીકેજને બંધ કર્યો હતો. સમગ્ર બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી સુનિલભાઈ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવરભાઈ ગજણ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને લ બોરવેલ કંપનીનો કેટલોક માલ સામાન સ્થળ પર પડેલો હતો, જે જપ્ત કરી લઇ મહાનગર પાલિકાની કચેરીમાં જમા કરાવી દીધો છે, અને દુકાનદાર તેમજ બોરવેલના સંચાલકોને બોલાવી લઈ ગેસ એજન્સીને થયેલી નુકસાની ની વસુલાત માટેની કાર્યવાહી ચાલી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement