For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૈમ કરનની તોફાની ઇનિંગ્સ, પંજાબની શાનદાર જીત, રાજસ્થાનની સતત ચોથી હાર

01:16 PM May 16, 2024 IST | Bhumika
સૈમ કરનની તોફાની ઇનિંગ્સ  પંજાબની શાનદાર જીત  રાજસ્થાનની સતત ચોથી હાર
Advertisement

ઈંડિયન પ્રીમિયર લીગ 2024 સીઝનમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જેમાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા રાજસ્થાનની ટીમે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સે 5 વિકેટથી જીત નોંધાવી છે.

ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે રાજસ્થાન રોયલ્સને ભૂંડી હાર આપી છે.
સંજૂ સૈમસનની કપ્તાનીવાળી રાજસ્થાન ટીમની સતત ચોથી હાર છે. જો કે, આ ટીમે પ્લેઓફમાં પહેલાથી જ ક્વાલિફાઈ કરી લીધું છે. રાજસ્થાન ટીમે 13 મેચમાંથી 16 પોઈન્ટ છે. તેની છેલ્લી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરિદ્ધ 19મેના રોજ યોજાશે.

Advertisement

બીજી તરફ પંજાબ કિંગ્સ પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેની 13 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ છે. આ સીઝનમાં રાજસ્થાન અને પંજાબની વચ્ચે આ બીજી મેચ થઈ હતી. આ અગાઉ બંનેની મેચ 13 એપ્રિલે મુલ્લાંપુરમાં થઈ હતી. જેમાં રાજસ્થાને 3 વિકેટી જીત નોંધાવી હતી. આવી જ રીતે પંજાબે આ મેચ જીતીને બદલો પુરો કરી લીધો.

ગુવાહાટીમાં આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા રાજસ્થાનની ટીમે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પંજાબે 5 વિકેટ ખોઈને 18.5 ઓવરમાં જ મેચ જીતી લીધી. ટીમ માટે કપ્તાની ઈનિંગ્સ રમતા સૈમ કરને 41 બોલ પર નોટઆઉટ 63 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement