For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ પંથકના મલોઢા ગામની ગૌચરની જમીન પર થતું ગેરકાયદેસર માઇનિંગ બંધ કરાવો

12:33 PM Dec 25, 2023 IST | Sejal barot
વેરાવળ પંથકના મલોઢા ગામની ગૌચરની જમીન પર થતું ગેરકાયદેસર માઇનિંગ બંધ કરાવો

વેરાવળ તાલુકાના મલોઢા ગ્રામ પંચાયતની ગૌચરની જમીન તથા ગામમાં જુદા જુદા સ્થળોએ અંગત લાભ અર્થે ગેરકાયદેસર રીતે માઈનીગનું કામ કરી વાતાવરણને પ્રદૂષિત કરતા હોવાથી ગ્રામજનોને શારીરીક-માનસિક હેરાનગતિ થઈ રહી છે. જેથી આ કામગીરી સત્વરે બંધ કરાવવા અંગે ગ્રામજનોએ લેખિત ફરીયાદ જીલ્લા કલેકટર, ખાણ ખનીજ વિભાગ સહીત સંબંધીતોને કરી છે. જેમાં આ કામગીરી બંધ નહીં થાય તો ગ્રામજનોને આત્મવિલોપન કરવાની તૈયારી હોવાની ચિમકી ઉચ્ચારી છે.
મલોઢા ગામના વરસીંગભાઈ ભીખાભાઈ કામળીયા, દેવશીભાઇ ધાનાભાઈ કામળીયા સહીતનાએ કરેલ રજુઆતમાં જણાવેલ કે, ગામની ગૌચરની જમીન સર્વે નં.185/45/પૈકી માંથી એકર 4 ગુંઠા જમીન નવા ગામતળમાં ભેળવવા કલેકટર જુનાગઢના પત્ર ક્રમાક નં. લેન્ડ/2/સી/589/91 તા.22/02/1997 ના હુકમ થયેલ અને સદરહુ જમીન સર્વે નં.185/45/પૈકી-7 વાળી જમીન નવા ગામતળમાં ભેળવાય ગયેલ છે. જે અંગેની નોંધ મલોંઢા હક્કપત્રકમાં નં.778 તા.15/07/1997 ના દાખલ અને પ્રમાણીત થયેલ છે. હાલ આ જમીન નવા ગામતળમાં ભેળવાયેલ હોય જેના ઉપર આર.જે.ત્રિવેદી ચોરવાડના પ્રો.પ્રાઈટર સરમણ જાદવભાઈ વાળા પોતાના અંગત લાભાર્થે માઈનીંગ શરૂૂ કરી ગેરકાયદેસર લાઈમસ્ટોન સફેદ પથ્થરોનું પરીવહન કરી રહેલ છે.
આ જગ્યાએ આવેલ લીલી હરીયાલી, બાવળના મોટા વૃક્ષોને કોઈપણ સક્ષમ ઓથોરીટીની પરવાનગી વગર કાપી પોતાના ઉપયોગ અર્થે વહેચી નાખેલ છે. આ જમીનમાં જાહેર જનતા માટે સરકાર દ્વારા રસ્તો બનાવવામાં આવેલ હતો તે ખોદી અને અસ્તવ્યસ્ત કરી ગામનો નકશો બદલાવી નાખેલ છે. ગામની ગૌચરની જમીનનો નાસ કરી નાખેલ છે.
વધુમાં ગામમાં પ્રાથમિક શાળાની નજીક જ નદી-વોકળો આવેલ હોય જેમાંથી કોઈપણ જાતની પરવાના કે લાઈસન્સ વગર અંદાજે 500 ટ્રક જેટલો માલ પોતાના અંગત ઉપયોગ માટે પરિવહન કરી ગયેલ છે. માઈનીંગ રૂૂલ્સ મુજબ પણ સરકારી શાળાથી આશરે 200 મીટર દુરથી માઈનીંગ કરવાનો નિયમો છે. જેને નજરઅંદાજ કરી પરમીશન વગર શાળાથી 50 મીટરની અંદરના વિસ્તારમાંથી ગેરકાયદેસર માઈનીંગ કરી ખાડાઓ કરી નાંખેલ છે. જેના કારણે ભુલકાઓ ઉપર સતત અકસ્માતનું જોખમ રહે છે.
ગામમાં આવેલ પાણીના બે કુવાઓ પણ ખોદી તેમાંથી માલ ભરી બારોબાર વેચી નાખેલ હોવાથી ગ્રામજનો પાણી માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગામમાં રામદેવપીરનુ મંદિર આવેલ તે મંદિરના પરીસરમાં ગૌશાળા તથા રમત-ગમત માટેનુ મેદાન છે જ્યાં સરમણભાઈ જાદવભાઈ વાળાએ ગામ્યજનોને એકઠા કરી જાહેરમાં સંબોધીને કહેલ કે આ મંદિર મારી માઈનીંગ લીઝમાં આવે છે અને મંદિરમાં ખોદકામ કરી જરૂરી મટીરીયલસ વેચાણ કરવાનો છે.
આ જગ્યાએ આવવુ નહી એમ કહેતા ગામજનોમાં રોષ જોવા મળેલ છે. દેવકા નદીમાં ચેક્ડેમ આવેલ તે પણ ખોદકામ કરી તોડી નાખેલ છે. ગામમાં ગેરકાયદેસર રીતે માઈનીંગ 24 કલાક મોટા મશીનોના ઉપયોગથી સતત ઘોઘાટ સાથે માઈનીગની કામગીરી ચાલતી હોવાથી પ્રદુષ્ણ ફેલાઈ રહેલ છે. જેના લીધે ગ્રામજનોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ અનુભવી પડતી હોવાની સાથે સ્વાસ્થય ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે ગેરકાયદેસર કામગીરી સત્વરે બંધ કરાવવા ગ્રામજનોની માંગણી છે. જો આમ નહીં થાય તો ગ્રામજનોને આંદોલન કરવાની તૈયારી હોવાની અંતમાં ચિમકી ઉચ્ચારી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement