For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજાર સતત બીજા દિવસે તૂટ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડાં

11:22 AM Jan 18, 2024 IST | Bhumika
શેરબજાર સતત બીજા દિવસે તૂટ્યું  સેન્સેક્સ નિફ્ટીમાં ગાબડાં

વૈશ્ર્વિક યુધ્ધના માહોલ વચ્ચે વિશ્ર્વભરના શેરબજારોમાં સેન્ટીમેન્ટ સાથે ભારતીય શેરબજારનું સેન્ટીમેન્ટ પણ ખરડાયું છે. અને ગઈકાલે સેન્સેક્સ 1628 તથા નિફ્ટીમાં 460 પોઈન્ટનો કડાકો બોલ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ ભારતીય શેરબજારમાં કડાકો ચાલુ રહ્યો છે. અને સવારે ખુલતામાં જ સેન્સેક્સમાં 750 પોઈન્ટને નિફ્ટીમાં 250 અંકથી વધુનો કડાકો જોવા મળ્યો હતો.

Advertisement

સેન્સેક્સમાં આજે મંદીની જ સિધ્ધી યથાવત રહેતા ગઈકાલના 71,500ના લેવલથી 482 પોઈન્ટ ઘટીને 71,018 પર ખુલ્યો હતો. પરંતુ 71 હજારની સપાટી તોડીને સેન્સેક્સ આજે કુલ 835 પોઈન્ટ તુટીને 70,665 સુધી પહોંચી ગયો હતો. આજે સવારના પ્રારંભીક સેશનમાં જ સેન્સેક્સમાં 800થી વધુ પોઈન્ટનુ ગાબડુ પડતા રોકાણકારો રાતાપાણીએ રડ્યા હતાં. બે દિવસ થઈને 2500 પોઈન્ટ ઉપરનો કડાકો નોંધાયો છે. નિફ્ટીમાં પણ જબરજસ્ત વેચવાલીના પગલે ગઈકાલના 21,571ના બંધથી નિફ્ટી 157 પોઈન્ટ ઘટીને 21,414 પર ખુલી હતી. પરંતુ બેન્કીંગ સેક્ટરમાં સતત વેચવાલીના પગલે મોટાભાગના શેરોમાં મંદી જોવા મળતા 286 પોઈન્ટ ઘટીને 21,500ની સપાટી ગુમાવી 21,285 સુધી પહોંચી ગઈ હતી. આજે પણ એચડીએફસી બેંકમાં કડાકો યથાવત રહેતા શેરોમાં અઢી ટકા જેવડું ગાબડુ પડ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement