For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

Stock Market / સપ્તાહના અંતિમ વ્યાપારી દિવસે ઘટાડા સાથે ખુલી શેર માર્કેટ, સેન્સેક્સ 138 અંક તૂટ્યો, નિફ્ટી 21,750 પર કરી રહી છે ટ્રેડ

10:39 AM Dec 29, 2023 IST | Bhumika
stock market   સપ્તાહના અંતિમ વ્યાપારી દિવસે ઘટાડા સાથે ખુલી શેર માર્કેટ  સેન્સેક્સ 138 અંક તૂટ્યો  નિફ્ટી 21 750 પર કરી રહી છે ટ્રેડ

મિશ્રિત વૈશ્વિક સંકેતો વચ્ચે ઈન્ફોસિસ, HDFC બેન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા મોટા શેરોના દબાણ હેઠળ 2023ના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારો ઘટાડા સાથે ખુલ્યા હતા. સવારે લગભગ 9.20 કલાકે BSE સેન્સેક્સ 201 પોઈન્ટ એટલે કે 0.28% ના ઘટાડા સાથે 72,208 પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્યારે નિફ્ટી 61 પોઈન્ટ એટલે કે 0.28% ના ઘટાડા સાથે 21,717 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Advertisement

નિફ્ટી અને BSE સેન્સેક્સમાં આ વર્ષે લગભગ 19%નો વધારો થયો છે અને અત્યાર સુધીમાં 8%ના વધારા સાથે ડિસેમ્બર 2023નો મહિનો બજાર માટે વર્ષનો શ્રેષ્ઠ મહિનો સાબિત થઈ શકે છે. સેન્સેક્સ શેરોમાં કોટક બેંક, ટાઇટન, પાવર ગ્રીડ, ઇન્ફોસિસ અને ભારતી એરટેલ લાલ નિશાનમાં ખુલ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ, નેસ્લે, મારુતિ અને આઇટીસી લીલા નિશાનમાં ખુલ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement