For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગઇકાલના ઘટાડા બાદ આજે શેરબજારમાં તેજી: જાણો સેન્સેક્સે કેટલાં અંકે છલાંગ મારી

10:33 AM Jun 05, 2024 IST | Bhumika
ગઇકાલના ઘટાડા બાદ આજે શેરબજારમાં તેજી  જાણો સેન્સેક્સે કેટલાં અંકે છલાંગ મારી
Advertisement

ગઈકાલે લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને શેરબજારમાં કડાકો બોલાયો હતો અને જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આજે ભારતીય બજાર કંઈક અંશે રિકવર થતું જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 950 વધુ પોઈન્ટના ઉછાળા સાથે 73 હજારની સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 150 પોઈન્ટ્સથી વધુની તેજી છે. તે 22,100ના સ્તરે કારોબાર કરી રહ્યો છે

મંગળવારે પરિણામના દિવસે સેન્સેક્સ 6100 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. નિફ્ટી પણ તેની ઓલ ટાઈમ હાઈથી ઘણી નીચે સરકી ગયો હતો.

Advertisement

948.84 પોઈન્ટ અથવા 1.32 ટકાના ઉછાળા પછી, BSE સેન્સેક્સ માર્કેટ 73,027 ના સ્તર પર ઉછાળા સાથે ખુલ્યું. NSEનો નિફ્ટી 243.85 (1.11 ટકા)ના વધારા સાથે 22,128 પર ખુલ્યો હતો.

સેન્સેક્સમાં વધુ હલચલ જોવા મળી રહી છે અને તેમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જ્યારે સવારે 9.35 વાગ્યે સેન્સેક્સ 453 પોઈન્ટ વધીને 72532ના સ્તરે હતો, સવારે 9.25 વાગ્યે BSE સેન્સેક્સ 122.82 પોઈન્ટ્સ અથવા 0.17 ટકાનો ઘટાડો દર્શાવે છે અને 71,956ના સ્તરે હતો. NSE નિફ્ટીનો વધારો ઘટ્યો પરંતુ તે લીલા નિશાનમાં રહ્યો. નિફ્ટી 120 પોઈન્ટના ઉછાળા બાદ 22,005 પર ટ્રેડ કરી રહ્યો છે.

BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઉછાળા સાથે અને 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL 5 ટકાના વધારા સાથે ટોપ ગેઇનર છે અને નેસ્લે 3.75 ટકાના વધારા સાથે છે. એશિયન પેઇન્ટ્સ 3.20 ટકા જ્યારે HCL ટેક 2.23 ટકા ઉપર છે. HCL ટેક 2.22 ટકા જ્યારે ટાટા સ્ટીલ 2.14 ટકા ઉપર છે.

નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને 19 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL અહીં પણ ટોપ ગેનર છે અને તે 5.85 ટકા અને બ્રિટાનિયા 5 ટકાથી ઉપર છે. ટાટા કન્ઝ્યુમર 4.20 ટકા અને એશિયન પેઇન્ટ્સ 3.94 ટકા વધ્યા છે. નેસ્લેમાં 3.87 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement