For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાર દિવસની મંદી બાદ શેરબજારમાં રિકવરી

11:33 AM May 10, 2024 IST | Bhumika
ચાર દિવસની મંદી બાદ શેરબજારમાં રિકવરી
Advertisement

અમેરિકા વ્યાજદર ઘટાડશે એવા આશાવાદથી વૈશ્ર્વિક માર્કેટોમાં તેજી

આ અઠવાડીયે આવેલા અમેરીકાના જોબ ડેટા સારા રહેતા અમેરીકન ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં વહેલો ઘટાડો કરશે તેવા આશાવાદને લીધે આજે વૈશ્વીક માર્કેટોમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો સાથે જ ભારતીય શેરબજારના બન્ને સુચકાંક સેન્સેકસ અને નિફટીમાં અઠવાડીયાના છેલ્લા દિવસે રિકવરી મળી હતી. આજે પ્રારંભીક સેસનમાં જ સેન્સેકસમાં 500 પોઇન્ટ અને નિફટીમાં 152 પોઇન્ટની તેજી જોવા મળી હતી.

Advertisement

આજે ગુડફ્રાઇડે જેવો માહોલ જણાતા ગઇકાલેે 1062 પોઇન્ટ તુટીને 72404 ના લેવલ પર બંધ થયેલ સેન્સેકસ આજે પ્રારંભીક સેસનમાં જ 542 પોઇન્ટ ઉછળીને 72946 સુધી પહોંચી ગયો હતો. નિફટીમાં પણ તેજી નોંધાતા ફરીથી 22 હજારની સપાટી પાર કરી હતી. ગઇકાલે 21957 પર બંધ થયેલ નિફટી આજે પ્રારંભી સેસનમાં 163 પોઇન્ટ ઉછળીને 22120 સુધી ટ્રેડ થઇ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement