For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો

11:28 AM Jan 20, 2024 IST | Bhumika
સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો

સ્પેશિયલ ટ્રેડિંગ શેસનમાં સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, સોમવારે શેરબજાર બંધ

Advertisement

ભારતીય શેરબજાર આજે શનિવારના દિવસે પણ સ્પેશિયલ ઈમરજન્સી સેશનના ટ્રાયલ માટે ચાલુ રાખવામાં આવ્યું છે. આજે ગઈકાલની તેજી યથાવત રહેતા સેન્સેક્સમાં 700 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. ગઈકાલે 71,186ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 600 પોઈન્ટના વધારા સાથે 71,786 પર ખુલ્યો હતો બાદમાં ગઈકાલના બંધથી 709 પોઈન્ટ ઉછળીને 71,895ના હાઈ સુધી પહોંચ્યો હતો.

નિફ્ટીમાં પણ તેજી જોવા મળતા આજે ગઈકાલના 21,462ના બંધથી 153 પોઈન્ટ ઉછળીને 21,615 પર ખુલી હતી. બાદમાં વધુ લેવાલીના પગલે નિફ્ટીએ ગઈકાલના બંધથી 208 પોઈન્ટ ઉછળીને 21,670નો હાઈ બનાવ્યો હતો.
સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રતિષ્ઠા કાર્યક્રમના પગલે સોમવારે શેરબજારમાં ટ્રેડીંગ બંધ રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement