For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં કડાકો: ખુલતાની સાથે જ સેન્સેક્સ 700 પોઇન્ટે સેન્સેક્સ, રોકાણકારોએ અડધા કલાકમાં કરોડો રૂપિયા ગુમાવ્યા

10:50 AM May 13, 2024 IST | Bhumika
શેરબજારમાં કડાકો  ખુલતાની સાથે જ સેન્સેક્સ 700 પોઇન્ટે સેન્સેક્સ  રોકાણકારોએ અડધા કલાકમાં કરોડો રૂપિયા ગુમાવ્યા

દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત થઈ હતી અને માર્કેટ લાલ નિશાન સાથે ખૂલ્યું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. ટાટા મોટર્સ ઉપરાંત ટાટા સ્ટીલ, મારુતિ, એનટીપીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાને કારણે શેરબજારમાં 17 કરોડથી વધુ રોકાણકારોએ અડધા કલાકમાં 4.36 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ચાલો તમને એ પણ જણાવીએ કે હાલમાં શેરબજારમાં કેવા પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે.

Advertisement

સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર અડધા કલાકમાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 713.78 પોઈન્ટ ઘટીને 71,950.69 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, સવારે 10 વાગ્યે સેન્સેક્સ 690 પોઈન્ટના ઘટાડા સાથે 72,000 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક 182.20 પોઈન્ટના ઘટાડા સાથે 21,873 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી 21,828.40 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ટાટા મોટર્સના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સનો શેર 8.43 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ BPCLના શેરમાં 2.80 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGCના શેર 2.18 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. હીરો મોટર્સ અને કોલ ઈન્ડિયાના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 1.30 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. એસબીઆઈના શેર દોઢ ટકાથી વધુ તૂટ્યા છે.

Advertisement

શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને માત્ર અડધા કલાકમાં જ મોટું નુકસાન થયું છે. માહિતી અનુસાર, સવારે 9.45 વાગ્યે BSEનું માર્કેટ કેપ 3,92,19,774.29 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું હતું. જ્યારે શુક્રવારે બજાર બંધ થયા બાદ BSEનું માર્કેટ કેપ 3,96,56,440.83 લાખ કરોડ રૂપિયા હતું. મતલબ કે રોકાણકારોને 4.36 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement