For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજાર બંબાટ, સતત બીજા દિવસે સેન્સેકસ નિફટી નવા સ્તરે

04:47 PM Jun 19, 2024 IST | admin
શેરબજાર બંબાટ  સતત બીજા દિવસે સેન્સેકસ નિફટી નવા સ્તરે

સેન્સેકસ 77500, નિફટી 23600ને પાર

Advertisement

ભારતીય શેરબજારમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સતત રોનક જોવા મળી રહી છે અને ગઈકાલે સેન્સેકસ તથા નિફટીએ નવો હાઈ બનાવ્યા બાદ આજે પણ સતત બીજા દિવસે સેન્સેકસ નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યા હતાં. જેના કારણે શેરબજારમાં સેન્ટીમેન્ટ પોઝીટીવ જણાઈ રહ્યાં છે. સેન્સેકસ ગઈકાલે 77301 અંકના સર્વોચ્ચ સ્તરે બંધ થયા બાદ આજે સવારે 282 અંક વધીને 77543 અંકના નવા હાઈ સાથે ખુલ્યો હતો અને ત્યારબાદ 322 પોઈન્ટ વધી 77323નો નવો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો. ત્યારે નિફટી પણ ગઈકાલે 23557 પોઈન્ટના સ્તરે બંધ થયા બાદ આજે સવારે 72 અંકના વધારા સાથે 23629નાં સ્તરે ખુલ્યો હતો અને એક તબક્કે 107 અંક વધીને 23664નો નવો રેકોર્ડ હાઈ બનાવ્યો હતો. સૌથી મહત્વની બાબત એ હતી કે આજે સેન્સેકસ 77500 અને નિફટીએ 23600નું લેવલ ક્રોસ કર્યુ હતું. જ્યારે બેંક નિફટીમાં પણ આજે જોરદાર તેજી જોવા મળી હતી અને બેંક નિફટી લગભગ 1500 પોઈન્ટ સુધી ઉછળીયા બાદ થોડુ દબાણ આવ્યું હતું.

બેંક નિફટી ગઈકાલે 50440 અંક ઉપર બંધ થયા બાદ આજે 50607ના સ્તરે ખુલ્યો હતો અને ત્યારબાદ 51957નું સર્વોચ્ચ સ્તર ર્સ્પસ્યું હતું. બપોરે 3 વાગ્યે બેંક નિફટી 900 પોઈન્ટ અપ થઈને ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement