For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વંધ્યીકરણ ચોપડે: શ્ર્વાન વસ્તીનો વિસ્ફોટ

05:03 PM Jul 11, 2024 IST | Bhumika
વંધ્યીકરણ ચોપડે  શ્ર્વાન વસ્તીનો વિસ્ફોટ
Advertisement

મનપાએ 17 વર્ષમાં 80,294 શ્ર્વાનોનું વંધ્યીકરણ કરી લાખોનું આંધણ કર્યુ છતાં શ્ર્વાનના જન્મદરમાં થઈ રહ્યો છે વધારો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્ર્વાનની વસ્તી નિયંત્રણમાં લેવા માટે વ્યંધીકરણ અને હડકવા વિરોધી રસીકરણની કામગીરી કરવામા આવી રહી છે. છતાં શહેરમાં શ્ર્વાનની વસ્તીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આથી મનપા દ્વારા વર્ષે વ્યંધીકરણ પાછળ થતો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં જતો હોવાનો ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શ્વાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાન વ્યંધિકરણ તથા હડકવા વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવે છે. જેથી શ્વાનોની વધતી જતી વસ્તીને તથા હડકવાને કાબુમાં કરી શકાય છે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2007-08થી અત્યાર સુધીમાં 80,294 શ્વાનોનું વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવેલ છે. વર્ષ 2022-23 દરમ્યાન 2817, વર્ષ 2023-24 દરમ્યાન 3013 તથા વર્ષ 2024-25 (જુન-24 સુધિ) દરમ્યાન 801 શ્વાનોનું વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ શહેરમાં 90% થી વધુ શ્વાનો વ્યંધિકરણમાં આવરેલ છે. વર્ષ 2016-17થી અગાઉ વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવેલ શ્વાનને ફરીથી હડકવા વિરોધિ રસીકરણ કરવામાં આવે છે તથા હાલ ફરીથી હડકવા વિરોધિ રસીકરણનો 7મો રાઉન્ડ ચાલુ છે. ફરીથી કુલ 1,03,053 ડોઝ હડકવા વિરોધિ રસીકરણનાં આપવામાં આવેલ છે.

શ્વાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે જેટલા વધુમાં વધુ શ્વાનને વ્યંધિકરણમાં આવરી શકાય તેટલું વધુ ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. જે શ્વાનને ખસીકરણ (વ્યંધિકરણ) કરેલ હોય તે શ્વાનનાં કાનમાં આઇડેન્ટિફિકેશન માર્ક (વિ-આકરના ખાચાથી નિશાન) કરવામાં આવે છે. જેથી ખબર પડે કે શ્વાનનું વ્યંધિકરણ થયેલ છે. 6(છ) માસ કે તેથી વધુ ઉંમરનાં શ્વાનનું વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવે છે. આથી આપના વિસ્તારમાં કોઈ 6(છ) માસથી વધુ ઉંમરનાં શ્વાન વ્યંધિકરણ વિનાનાં શ્વાન જોવા મળે તો રાજકોટ મહાનગરપાલિકાનાં કોલ સેન્ટર નંબર 0821-2450077 પર સંપર્ક કરી શ્વાન વ્યંધિકરણની ફરીયાદ કરી વધુમાં વધુ શ્વાને વ્યંધિકરણ-હડકવા વિરોધી રસીકરણમાં આવરવા માટે આથી અનુરોધ કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement