સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

પ્રદેશ પ્રમુખના દાવેદારોની દિલ્હીમાં શાહ-નડ્ડા સાથે મુલાકાતો

04:08 PM Jun 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે શુભેચ્છા મુલાકાતો કરી, વિશ્વકર્મા અને દેવુસિંહ પણ રેસમાં

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવતા હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની હાઇકમાન્ડ દ્વારા શોધ શરૂ કરવામાં આવી છે અને આ માટે એક પછી એક દાવેદારોને દિલ્હી બોલાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે.

સાંસદ દેવુસિંહ ચૌહાણને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન નહીં મળતા ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવી મોટી જવાબદારી સોંપાય તેવી ચર્ચા વચ્ચે રાજય સભાના સાંસદ મયંક નાયક, રાજયના કેબીનેટમંત્રી જગદીશ વિશ્વકર્મા અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના નામ પણ ચર્ચામાં છે.

ચાલુ અઠવાડીયામાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. ન્ડા અને ગૃહમંત્રી અમિત શાહે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમજ રાજયસભાના સભ્ય મયંક નાયકને દિલ્હી રૂબરૂ બોલાવીને મુલાકાત કરતા અટકળો શરૂ થઇ છે.
સામાન્ય રીતે આવી મુલાકાતોના ફોટોગ્રાફ વાઇરલ કરવામાં આવતા હોતા નથી પરંતુ સાંસદ મયંક નાયક અનેે ધારાસભ્ય પૂર્ણેશ મોદીની શાહ અને નડ્ડા સાથેની મુલાકાતના ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્યા છે તે સુચક મનાય છે. આ ફોટોગ્રાફ વાઇરલ કરવા પાછળ ચોકકસ રાજકીય ગણીત માનવામાં આવે છે.
આ સિવાય રાજયના કેબીનેટ મંત્રી જગદીશ વિશ્ર્વકર્માનું નામ પણ પ્રદેશ પ્રમુખ માટે ચર્ચામાં છે. ભાજપના ટોચના સુત્રો જણાવે છે કે, પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવશે તે નિશ્ર્ચિત મનાય છે. અત્યાર સુધી દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક તથા જગદીશ વિશ્વકર્માના નામ ચર્ચામાં હતા હવે તેમાં પૂર્ણેશ મોદીનું નામ ઉમેરાયું છે.

ગુજરાત ભાજપની વિસ્તૃત પ્રદેશ કારોબારી આગામી 4-5 જુલાઇના બોટાદના સાળંગપુર ખાતે મળનારી છે, જેમાં પ્રદેશ પ્રમુખના નામની પસંદગી અંગે પણ ચર્ચા થાય તેવી સંભાવના છે. સંભવત: પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે અથવા તો કાર્યકારી પ્રદેશ પ્રમુખ માટે પ્રસ્તાવ પણ લાવવામાં આવી શકે છે. દરમ્યાન, સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દિલ્હી પહોંચ્યા હતા અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

પૂર્ણેશ મોદીની આ મુલાકાતની તસવીરો બહાર આવતાં અટકળો જામી છે. પૂર્ણેશ મોદીનું ભાજપમાં કદ વધી શકે છે. પૂર્ણેશ મોદીની કેન્દ્રીય મોવડી મંડળ સાથે યોજાયેલી આ બેઠક ગુજરાતના રાજકારણ માટે અત્યંત સૂચક માનવામાં આવી રહી છે. અહીં નોંધવું ઘટે કે, પૂર્ણેશ મોદી રાહુલ ગાંધી સામે કેસ કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે મોદી સરનેમ મામલે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો જેના કારણે રાહુલ ગાંધીને સજા થઈ અને ત્યાર બાદ તેમનું સંસદ સભ્ય પદ ગયું. જો કે, કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીને ફરી રાહુલને સભ્ય પદ મળી ગયું છે.

Tags :
amit shahBJPgujaratgujarat newsindia newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement