For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ, મોરબી, જૂનાગઢ, ગાંધીધામ સહિત 67 સ્થળે સ્ટેટ GSTના દરોડા

11:18 AM Dec 21, 2023 IST | Sejal barot
રાજકોટ  મોરબી  જૂનાગઢ  ગાંધીધામ સહિત 67 સ્થળે સ્ટેટ gstના દરોડા

બોગસ બિલિંગની પ્રવૃતિ ડામવા સ્ટેટ GST એક્શનમાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન કરી 67 પેઢીઓના સ્થળોએ ચકાસણીની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 37 બોગસ પેઢીઓ મળી આવી છે.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સિસ્ટમ અધારીત ડેટા એનાલિસિસ કરવામાં આવે છે. જે અતર્ગત બોગસ બિલિંગ, કરચોરીને લગતી લીડ જનરેટ થતી હોય છે.
આવી લીડને આધારે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગની પ્રવૃતિને ડામવા 19 ડિસેમ્બરના રોજ રાજ્ય વ્યાપી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 67 પેઢીઓના સ્થળોએ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં મોટાભાગનાં વેપારીઓના ધંધાના સ્થળે થયેલ તપાસમાં ધ્યાને આવેલ કે, આ પેઢીઓના માલિકોના ડોક્યુમેન્ટસનો દુરપયોગ કરી જી.એસ.ટી. નોંધણી નંબરો મેળવવામાં આવેલ, કેટલીક વ્યક્તિઓના વિવિધ પૂરાવાઓ તેઓની જાણબહાર મેળવી ઉક્ત રજિસ્ટ્રેશન મેળવવામાં આવેલ તથા અમૂક વેપારીઓએ અન્ય બોગસ વેપારીઓ પાસેથી ખરીદી કરેલ હોવાનું જણાય આવી છે.
અત્યાર સુધીની સ્ટેટ જીએસટીની ચકાસણીમાં 37 પેઢીઓ બોગસ જણાઇ આવી છે. જેમાં અમદાવાદ ખાતેની 13, વડોદરા ખાતેની 8, સુરત ખાતેની 7, રાજકોટ ખાતેની 5, મોરબી ખાતેની 2, જૂનાગઢ ખાતેની 1, તથા ગાંધીધામ ખાતેની 1 બોગસ પેઢીનો સમાવેશ થાય છે. આ 37 બોગસ પેઢી મારફતે રૂૂ. 321 કરોડનું ટર્નઓવર દર્શાવવામાં આવેલ છે. આ પેઢીઓ થકી રૂૂ.53 કરોડની વેરાશાખ પાસઓન કરી કરચોરી કરવામાં આવેલ છે. આ બોગસ પેઢીઓમાંથી સ્ક્રેપ, ફેરસ-નોન ફેરસ મેટલ, સળીયા, ટેક્ષટાઇલ્સ, કેમીકલ વગેરે જેવી કોમોડીટીના બિલો ખોટી વેરાશાખ પાસ ઓન કરવાના આશયથી ઇસ્યુ કરવામાં આવી છે.
મહત્વનું છે કે ૠજઝ વિભાગ દ્વારા વેરીફીકેશનની કામગીરી હાલ ચાલુ છે. કેટલાક કેસોમાં વ્યક્તિઓ મળી આવેલ નથી. તેઓની શોધ ખોળ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીના અંતે કરચોરીનો આંક ઘણો ઉંચો જવાની સંભાવના છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement