For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ

12:19 PM Apr 11, 2024 IST | Bhumika
જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અંતે કેસર કેરીની આવકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જોકે લોકોએ હાલ કેસરનો સ્વાદ લેવો થોડો મોંઘો પડી શકે છે. યાર્ડમાં 800થી 1000 બોક્સની આવક થઈ હતી. પ્રતિ બોક્સનો ભાવ 600થી 1800 રૂૂપિયા બોલાયો હતા. જાણકારોના મતે બજારમાં જેમ જેમ કેરીની આવકમાં વધારો થશે એમ એમ ભાવમાં પણ ઘટાડો જોવા મળશે.

Advertisement

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવક શરૂૂ થઈ ચૂકી છે. આજે 800થી 1000 બોક્સની આવક થઈ હતી. પ્રથમ દિવસે હરાજીમાં બોક્સના 600થી 1800 રૂૂપિયાના ભાવ બોલાયા હતા. જાણકારોના મતે આગામી દિવસોમાં કેરીની આવકમાં વધારો થતાં ભાવમાં પણ ઘટાડો જોવા મળશે.સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની 2 હજારથી 5 હજાર બોક્સની આવક થતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં આવેલા પલટાના કારણે કેરીની આવક મોડી અને ઓછી થઈ છે. આ વર્ષે 800થી 1000 બોક્સની જ આવકથી પ્રારંભ થયો છે. ગત વર્ષે આ સમયમાં બોક્સનો ભાવ 250થી 500 રૂૂપિયા હતો, એના બદલે આ વર્ષે 600થી 1800 રૂૂપિયાનો ભાવ બોલાયો છે. જોકે આવનારા દિવસોમાં આવક વધતાં જ ભાવમાં ઘટાડો જોવા મળશે. એટલે લોકોએ સસ્તી કેરી ખાવા માટે હજી થોડા દિવસ વધુ રાહ જોવી પડી શકે છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફ્રૂટ્સ એન્ડ શાકભાજી ઇન્સ્પેક્ટર એચ.બી. ગજેરાએ જણાવ્યું હતું કે ઉનાળાની સીઝન શરૂૂ થઈ ગઈ છે ત્યારે કેરીની આવક પણ ધીમે ચાલુ થઈ છે. હાલમાં માર્કેટિંગ યાર્ડમાં 800થી 1,000 કેરીના બોક્સની આવક શરૂૂ થઈ છે. આ કેરીના એક બોક્સના ભાવ 600થી 1800 રૂૂપિયા હાલમાં નોંધાયા છે. ગયા વર્ષે આ સમયમાં 2000થી 5000 કેરીના બોક્સની આવક હતી. અને એ સમયે કેરીના એક બોક્સના ભાવ 2000થી 5000 રૂૂપિયા સુધીના હતા. મોસમમાં ફેરફારના કારણે આ વર્ષે કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે. આવક પણ ઓછી છે અને કેરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં કેરીની આવકમાં પણ વધારો થશે અને ભાવ પણ નીચા જશે.

Advertisement

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફ્રૂટ્સના વેપારી ઇમરાન મોટનવાલાએ જણાવ્યું હતું કે આજના દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 600થી 1000 કેરીના બોક્સની આવક થઈ છે અને આ કેરીના એક બોક્સનો ભાવ બોલાયો છે, જે એક કિલો કેરીના ભાવ 180 રૂૂપિયા નોંધાયા છે. લાલબાગ, હાફુસ ,રત્નાગિરિ કેસર જેવી ઘણા પ્રકારની અલગ અલગ કેરીઓ પણ અહીં આવે છે. બહારથી આવતી કેરીઓ એક કિલોના 50થી લઈ 130 રૂૂપિયા સુધીના ભાવમાં વેચાય છે. લાલબાગ કેરી 40થી 70 રૂૂપિયા કિલોના ભાવે વેચાય છે. હાફુસ કેરી 70થી 140 રૂૂપિયા કિલોના ભાવે વેચાય છે.. જેમ જેમ કેરીની આવક વધશે એમ એમ કેરીના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement