For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રીલંકાના ફાસ્ટ બોલર મતિશા પથિરાએ ચેન્નાઇનો સાથ છોડ્યો

01:21 PM May 06, 2024 IST | Bhumika
શ્રીલંકાના ફાસ્ટ બોલર મતિશા પથિરાએ ચેન્નાઇનો સાથ છોડ્યો
Advertisement

હેમસ્ટ્રિંગ ઇજાના કારણે વતન પરત ર્ફ્યા
ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર મતિશા પથિરાના હેમસ્ટ્રિંગની ઇજાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ના બાકીના તબક્કામાંથી બહાર થઈ ગયો છે અને તે ઇજામાંથી રિકવર થવા માટે ટૂંક સમયમાં શ્રીલંકા પરત ફરશે. બેબી મલિન્ગાના નામે ઓળખાતો આ શ્રીલંકન બોલર હાલમાં જ ટી-20 વર્લ્ડ કપની વીઝા પ્રોસેસ ખતમ કરીને શ્રીલંકાથી ભારત પરત ફર્યો હતો. તેણે હમણાં સુધીની 6 મેચમાં 7.68ની ઇકોનોમીથી રન આપીને 13 વિકેટ ઝડપી હતી. પ્લેઑફમાં પહોંચવાની રેસમાં ચેન્નઈ માટે આ મોટો ફટકો છે. જોકે પંજાબ કિંગ્સ સામેની જીત બાદ ચેન્નઈ સુપર કિંગ્સ 12 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી હતી. જોકે દીપક ચહર અને મતિશા પથિરાનાની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુર અને સિમરજિત સિંહ જેવા બોલર ટીમ માટે સંકટ સમયની સાંકળ બન્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement