For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિમેન્સ વન-ડેમાં 300 પ્લસનો ટાર્ગેટ ચેઝ કરનારી પ્રથમ ટીમ બની શ્રીલંકા

12:28 PM Apr 19, 2024 IST | Bhumika
વિમેન્સ વન ડેમાં 300 પ્લસનો ટાર્ગેટ ચેઝ કરનારી પ્રથમ ટીમ બની શ્રીલંકા

શ્રીલંકન મહિલા ટીમની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડેમાં 195 રનની રેકોર્ડ ઇનિંગ્સ રમીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. ચમારી અટાપટ્ટુ મહિલા વન-ડે ક્રિકેટમાં એક કરતાં વધુ વખત 175થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી છે. આ મેચ પહેલાં તેણે 2017ની વર્લ્ડ કપની મેચમાં ઑસ્ટ્રેલિયા સામે 178 રન કર્યા હતા. ચમારીની ઇનિંગ્સના આધારે શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું અને ત્રણ મેચની વન-ડે શ્રેણી 1-1થી લેવલ કરી હતી.

Advertisement

પ્રથમ બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટ ગુમાવીને 301 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 44.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શ્રીલંકાની ટીમ મહિલા વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં 300થી વધુ રનના લક્ષ્યને સફળતાપૂર્વક હાંસલ કરનાર પ્રથમ ટીમ બની છે. એણે ઑસ્ટ્રેલિયાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જેણે 2012માં ન્યુ ઝીલેન્ડ સામે 289 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

આ ઉપરાંત પીછો કરતી વખતે શ્રીલંકાના 4 વિકેટે 305 રનનો સ્કોર મહિલા ક્રિકેટમાં સંયુક્ત સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ 2017ના વર્લ્ડ કપ દરમ્યાન ઇંગ્લેન્ડે આપેલા 374 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે સાઉથ આફ્રિકાએ 9 વિકેટે 305 રન બનાવ્યા હતા. આ પહેલી વાર છે જ્યારે વન-ડે ક્રિકેટમાં બન્ને ટીમના કેપ્ટને એક જ મેચમાં 175થી વધુ રન બનાવ્યા હોય. આ મેચમાં લોરા વોલ્વાર્ડ્ટ અણનમ 184 રન અને ચમારી અટાપટ્ટુએ અણનમ 195 રન બનાવ્યા હતા. બન્ને ખેલાડીઓએ મળીને કુલ 379 રન બનાવ્યા હતા, જે વન-ડે ક્રિકેટમાં કેપ્ટન્સ દ્વારા સૌથી વધુ કુલ સ્કોર છે. ચમારી અને વોલ્વાર્ડે વિરાટ કોહલી અને ઍન્જેલો મેથ્યુઝને પાછળ છોડી દીધા હતા, જેમણે 2014માં એકસાથે 278 રન બનાવ્યા હતા. એ મેચમાં વિરાટ કોહલીએ અણનમ 139 રન બનાવ્યા હતા, જ્યારે મેથ્યુઝના બેટમાંથી પણ એટલા જ રન આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement