For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદી

04:41 PM Oct 10, 2025 IST | Bhumika
દિલ્હી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદી

Advertisement

ટી બ્રેક સુધીમાં ભારત 220/1, યશસ્વી જયસ્વાલ 111 અને સાઇ સુદર્શન 71 રન સાથે મેદાનમાં

Advertisement

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે થયો છે. આ મહત્વના મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ માટે આ સારી શરૂૂઆત છે, કેમકે તેણે અગાઉ અમદાવાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને 140 રનથી કારમો પરાજય આપી સિરીઝમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે.

બીજા ટેસ્ટમાં ટી બ્રેક સુધીમાં ભારતના 220/1 રન છે. દિલ્હીમાં રમાઈ રહેલી આ મેચમાં ભારત વિજય મેળવીને સિરીઝ જીતવા માટે ઉત્સુક છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં એન્ડરસન ફિલિપ અને ટેવિમ ઇમલાચને તક મળી છે.ટી બ્રેક સુધીમાં ભારતે 58 ઓવરમાં 220 રન એક વિકેટ ગુમાવીને બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ 111 રન સાથે અને સુદર્શન 71 રન સાથે દાવમાં છે. જયારે લોકેશ રાહુલ 38 રન બનાવી આઉટ થયા હતા.

ઘરઆંગણે દિલ્લી ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલ ટેસ્ટ મેચમાં પ્રથમ મેચમાં યશસ્વી જયસ્વાલ અમદાવાદ ખાતે ધાર્યું પ્રદર્શન કરવામાં સફળ ન હતો થયો, પરંતુ આ અસફળતાની ભરપાઈ આખરે યશસ્વી જયસ્વાલે કરી દીધી છે. તેણે રાહુલ સાથે મળીને 15.4 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 50 રન બનાવ્યા હતા જે બાદ રાહુલ આઉટ થઈ ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement