For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

WTC ફાઇનલ, કેપ્ટન કમિન્સના તરખાટ સામે સા.આફ્રિકાનો ધબડકો

10:53 AM Jun 13, 2025 IST | Bhumika
wtc ફાઇનલ  કેપ્ટન કમિન્સના તરખાટ સામે સા આફ્રિકાનો ધબડકો

Advertisement

કેપ્ટન અને ઝડપી બોલર પેટ કમિન્સે બોલિંગમાં તરખાટ મચાવતાં ઓસ્ટ્રેલિયાએ અહીં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે વળતો પ્રહાર કરીને પ્રથમ દાવની સરસાઈ હાંસલ કરી લીધી હતી. બુધવારે શરૂૂ થયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા તેના પ્રથમ દાવમાં માત્ર 212 રનમાં આઉટ થઈ ગયું હતું જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ ગુરુવારે સવારે ચાર વિકેટે 43 રનના સ્કોરથી તેની પ્રથમ ઇનિંગ્સ આગળ ધપાવી હતી પરંતુ 138 રનના સ્કોર સુધીમાં તેના તમામ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા.

લોર્ડ્ઝ ખાતે રમાતી ટેસ્ટમાં પેટ કમિન્સે તરખાટ મચાવ્યો હતો અને 28 રનમાં સાઉથ આફ્રિકાની છ વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કે બેરી અને જોશ હેઝલવૂડે એક વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકા માટે કેપ્ટન ટેમ્બા બાવુમા અને બેડિંગહામ લડતઆપી શક્યા હતા બાવુમાએ 84 બોલની લડાયક બેટિંગ કરીને 36 રન ફટકાર્યા હતા જ્યારે બેડિંગહામે 111 બોલમાં છ ચોગ્ગા સાથે 45 રન ફટકાર્યા હતા.જોકે બીજા દાવમાં પણ ઓસ્ટ્રેલિયાનો ધબડકો થયો હતો અને ટી બ્રેક સુધીમાં બે વિકેટે 32 રન કર્યા હતા.

Advertisement

ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં ટી બ્રેક સમયે સ્ટિવ સ્મિથ ચાર અને મેરનસ લબુશેન 48 બોલમાં 16 રન નોંધાવીને રમતમાં હતા. કેગિસો રબાડાએ ઓપનર ઉસ્માન ખ્વાજા (છ રન) અને કેમરૂૂન ગ્રીન (00)ની વિકેટ ખેરવી હતી. આમ બીજા દિવસે ટી બ્રેક સમયે ઓસ્ટ્રેલિયા 106 રનથી આગળ હતું અને તેની આઠ વિકેટ જમા હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement