ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

WPL ઓક્શન, દિપ્તી 3.2 કરોડમાં વેચાઇ, 11 ખેલાડી બની કરોડપતિ

10:51 AM Nov 28, 2025 IST | Bhumika
Advertisement

ઓલરાઉન્ડર અમેલિયા કેર સૌથી મોંઘી વિદેશી ખેલાડી, એલીસા હીલી અનસોલ્ડ રહી, પાંચ ફ્રેન્ચાઇઝીઓએ 67 ખેલાડીઓ માટે લગાવી બોલી

Advertisement

આ વર્ષે હરાજી પહેલા જ્યારે UP વોરિયર્સે દીપ્તિ શર્માને રિલીઝ કરી, ત્યારે તે પહેલાથી જ સ્પષ્ટ હતું કે આ ઓલરાઉન્ડર મહિલા પ્રીમિયર લીગ (WPL) મેગા ઓક્શનમાં સૌથી મોટી દાવેદાર હશે. નવી દિલ્હીમાં યોજાયેલી હરાજીમાં બરાબર આવું જ થયું. દીપ્તિ શર્માને UP વોરિયર્સે ₹3.20 કરોડમાં ખરીદી, જેનાથી તે WPL ઇતિહાસમાં બીજી સૌથી મોંઘી ભારતીય ખેલાડી બની.

સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ભારતીય ખેલાડીનો રેકોર્ડ ધરાવે છે, જેને 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા ₹3.40 કરોડમાં ખરીદવામાં આવી હતી. પાંચ ફ્રેન્ચાઇઝીઓએ કુલ 67 ખેલાડીઓ માટે બોલી લગાવી હતી. ભારતની સૌથી અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની બેઝ પ્રાઈઝ ₹50 લાખ હતી અને દિલ્હી કેપિટલ્સે તેના માટે બોલી લગાવી હતી. દિલ્હીએ દીપ્તિને બેઝ પ્રાઈઝ પર ખરીદી હતી, પરંતુ યુપીએ રાઈટ ટુ મેચ (છઝખ) કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

ત્યારબાદ ઓક્શનરે દિલ્હી કેપિટલ્સને અંતિમ બોલી માટે પૂછ્યું અને તેમણે ₹3.20 કરોડની મોટી બોલી લગાવી પરંતુ ઉત્તર પ્રદેશે છઝખ (રાઇટ ઓફ ટાઇમ) વિકલ્પનો ઉપયોગ કરીને તેમના ભૂતપૂર્વ કેપ્ટનને જાળવી રાખી. 2023ની હરાજીમાં ઉત્તર પ્રદેશ દ્વારા દીપ્તિને ₹2.60 કરોડમાં ખરીદવામાં આવી હતી. ઉત્તર પ્રદેશે પણ શિખા પાંડે પર ₹2.40 કરોડની નોંધપાત્ર રકમ ખર્ચ કરી, જેનાથી તે ત્રીજી સૌથી મોંઘી ખેલાડી બની.

દીપ્તી ઉપરાંત, ન્યુઝીલેન્ડની ઓલરાઉન્ડર અમેલિયા કેરને મુંબઈ ઇન્ડિયન્સમાં 3 કરોડ રૂૂપિયામાં પોતાના સ્કવોડમાં સામેલ કરી છે. હરાજીમાં કર સૌથી મોંઘી વિદેશી ખેલાડી હતી. કેર માટે મુંબઈ અને ઉત્તર પ્રદેશ વચ્ચે જોરદાર જંગ થયો. 50 લાખ રૂૂપિયાની બેઝ પ્રાઈસ સાથે, ખેલાડી પર કુલ 26 વખત બોલી લગાવવામાં આવી હતી પરંતુ આખરે મુંબઈ ઇન્ડિયન્સ જીતી ગઈ.

ઓસ્ટ્રેલિયાની કેપ્ટન અને યુપી વોરિયર્સની ભૂતપૂર્વ કેપ્ટન એલિસા હીલી અનસોલ્ડ રહેતા સૌથી આશ્ચર્યજનક વાત રહી. કોઈ ટીમે તેના માટે બોલી લગાવી નહીં. એલાના કિંગ, ઉમા છેત્રી, તાજમીન બ્રેટ્સ અને અમનદીપ કૌર સહિત અન્ય મોટા નામો પણ અનસોલ્ડ રહ્યાં હતા.

નંબર ગેમ
આ હરાજીમાં કુલ 67 ખેલાડીઓ વેચાયા હતા.
277 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવી હતી.
11 ખેલાડીઓને ₹1 કરોડથી વધુની બોલી મળી હતી.
પાંચ ફ્રેન્ચાઇઝીઓએ હરાજીમાં ₹40.80 કરોડ ખર્ચ્યા હતા.

2026ની હરાજીમાં સૌથી મોંઘા ખેલાડીઓ
દીપ્તી શર્મા, યુપી વોરિયર્સ, ₹3.2 કરોડ
અમેલિયા કેર, મુંબઈ ઇન્ડિયન્સ, ₹3 કરોડ
શિખા પાંડે, યુપી વોરિયર્સ, ₹2.4 કરોડ
સોફી ડિવાઇન, ગુજરાત જાયન્ટ્સ, ₹2 કરોડ
મેગ લેનિંગ, ગુજરાત જાયન્ટ્સ, ₹1.9 કરોડ
ચેનિલ હેનરી, દિલ્હી કેપિટલ્સ, ₹1.3 કરોડ

સૌથી મોંઘા ભારતીય ખેલાડીઓ
દીપ્તી શર્મા, યુપી વોરિયર્સ, 3.2 કરોડ
શિખા પાંડે, યુપી વોરિયર્સ, 2.4 કરોડ
શ્રી ચારણી, દિલ્હી કેપિટલ્સ, 1.3 કરોડ
આશા શોભના, યુપી વોરિયર્સ, 1.1 કરોડ
પૂજા વસ્ત્રાકર, આરસીબી, 85 લાખ

સૌથી મોંઘા વિદેશી ખેલાડી
અમેલિયા કેર (ન્યુઝીલેન્ડ), મુંબઈ ઇન્ડિયન્સ, ₹3 કરોડ
સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ), ગુજરાત જાયન્ટ્સ, ₹2 કરોડ
મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), યુપી વોરિયર્સ, ₹1.9 કરોડ
ચેનિલ હેનરી (વેસ્ટ ઇન્ડીઝ), દિલ્હી કેપિટલ્સ, ₹1.3 કરોડ
ફોબી લિચફિલ્ડ (ઓસ્ટ્રેલિયા), યુપી વોરિયર્સ, ₹1.2 કરોડ
લૌરા વોલ્વાર્ડ (દક્ષિણ આફ્રિકા), દિલ્હી કેપિટલ્સ, ₹1.1 કરોડ

WPLઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી
સ્મૃતિ મંધાના, આરસીબી ₹3.4 કરોડ
દિપ્તિ શર્મા, યુપી વોરિયર્સ, ₹3.2 કરોડ
એશલી ગાર્ડનર, ગુજરાત જાયન્ટ્સ, ₹3.2 કરોડ
નેટ સીવર બ્રન્ટ, મુંબઈ ઇન્ડિયન્સ, ₹3.2 કરોડ

Tags :
indiaindia newsSportssports newsWPL auction
Advertisement
Next Article
Advertisement