30 સપ્ટેમ્બરથી શરૂ થશે મહિલા વર્લ્ડ કપ, બે નવેમ્બરે ફાઈનલ
ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂૂ થશે, જ્યારે ફાઈનલ મેચ 2 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે અને પહેલી મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. મહિલા વર્લ્ડ કપની ફાઈનલ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાશે, જ્યારે જો પાકિસ્તાન ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે, તો મેચ કોલંબોમાં રમાશે.
મહિલા વર્લ્ડ કપ 2025ની મેચો પાંચ સ્થળોએ યોજાશે. આ મેચો ગુવાહાટીના ચિન્નાસ્વામી, એસીએ સ્ટેડિયમ, ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમ અને આર. પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટ એક મહિના સુધી ચાલશે જેમાં 8 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટનો નોકઆઉટ રાઉન્ડ 29 ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં યોજાશે. બીજી સેમીફાઈનલ મેચ 30 ઓક્ટોબરે બેંગલુરુમાં રમાશે.
મહિલા વર્લ્ડ કપ માટે 8 ટીમો ક્વોલિફાય થઈ છે. આ ટુર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા ટાઈટલ ડિફેન્ડ કરવા પ્રયત્ન કરશે. ઓસ્ટ્રેલિયાએ 2022માં સાતમી વખત વર્લ્ડ કપ જીત્યો હતો.