મહિલા વન ડે વર્લ્ડ કપની ટિકિટનો ભાવ માત્ર રૂા.100
આગામી 30મી સપ્ટેમ્બરે શરૂૂ થનારા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપ ના પ્રથમ તબક્કાની લીગ મેચની પ્રત્યેક ટિકિટનો ભાવ ફક્ત 100 રૂૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બીજું, મહિનાના અંતે શરૂૂ થનારી આ સ્પર્ધાની ગુવાહાટી ખાતેની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય સંગીતની આઇકોનિક સિંગર શ્રેયા ઘોષલ પર્ફોર્મ કરશે.
આઇસીસીની અગાઉ કોઈ પણ ઇવેન્ટમાં ટિકિટનો 100 રૂૂપિયા (અંદાજે 1.14 ડોલર) જેટલો નીચો દર ક્યારેય નહોતો, પણ આ મહિલા વર્લ્ડ કપમાં એટલા ભાવ સાથે શરૂૂઆત કરીને નવું સીમાચિહ્ન નક્કી કરવામાં આવ્યું છે. આ નીચો ભાવ તમામ લીગ મેચોને લાગુ પડશે. મહિલા ક્રિકેટને વધુ લોકપ્રિય કરવાના ધ્યેય સાથે મંગળવાર, નવમી સપ્ટેમ્બરે શરૂૂ થનારા ટિકિટના વેચાણમાં ગૂગલ પે ક્રિકેટચાહકો માટે સરળ અને મહત્ત્વનું માધ્યમ બની રહેશે.
શ્રેયા ઘોષલના સ્વરે નબ્રિંગ ઇટ હોમથ ટાઇટલ સાથેનું ટૂર્નામેન્ટ માટેનું ઍન્થેમ તૈયાર કરાયું છે અને હવે શ્રેયા ઓપનિંગમાં ગુવાહાટીના સ્ટેજ પર પર્ફોર્મ પણ કરશે. એ સાથે શ્રેયા, મ્યૂઝિક ટીમના કલાકારો અને શ્રેયાના ગીતોના તાલે ડાન્સ કરનાર પર્ફોર્મર્સ વિશાળ મંચ પરથી મહિલા ક્રિકેટ માટેના જોશ અને ઝનૂનને સમગ્ર ખેલજગતમાં ફેલાવશે.
આ ટૂર્નામેન્ટ 12 વર્ષે ફરી ભારતમાં યોજાવાની છે. આ વિશ્વ કપમાં આઠ ટીમ ભાગ લેશે. ચેમ્પિયન બનનારી ટીમને 40 કરોડ રૂૂપિયાનું પ્રથમ ઇનામ મળશે. આ ઇનામીરકમ પુરુષ તથા મહિલા, બન્ને વર્ગની ક્રિકેટમાં નવો વિક્રમ છે.