મહિલા વનડે વર્લ્ડ કપનો પ્રારંભ, પ્રથમ મેચ ભારત-શ્રીલંકા વચ્ચે
આઠ ટીમો વચ્ચે 31 મેચ રમાશે, પાકિસ્તાન તમામ મેચ શ્રીલંકામાં રમશે, 2 નવેમ્બરે ફાઈનલ
એશિયા કપ પછી, વર્લ્ડ કપનો જંગ શરૂૂ થવાનો છે. આજથી શરૂૂ થનારી આ ટુર્નામેન્ટની પહેલી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મહિલા વનડે વર્લ્ડ કપમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 31 મેચ રમાશે. બધી ટીમો લીગ તબક્કામાં સાત-સાત મેચ રમશે. પાકિસ્તાન ટીમ તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. પાકિસ્તાન મહિલા ટીમ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે નહીં.
ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા ODI વર્લ્ડ કપનો પહેલો મુકાબલો ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા ઉદ્ઘાટન સમારોહમાં પાકિસ્તાન સિવાયની તમામ સાત ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે. ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ફાઈનલ 2 નવેમ્બરે રમાશે.
મહિલા વનડે વર્લ્ડ કપમાં પહેલી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રમાશે. ભારત -શ્રીલંકા મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂૂ થશે. ટોસ અડધો કલાક વહેલો, બપોરે 2:30 વાગ્યે થશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
મહિલા વર્લ્ડ કપના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. તમે સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો સ્ટાર સ્પોર્ટ્સ 1/ઇંઉ અને સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી/ઇંઉ પર ટીવી પર મેચો જોઈ શકો છો, જેમાં હિન્દી અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી પણ છે.30 સપ્ટેમ્બર, મંગળવારના રોજ યોજાનારી આ મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ ઉંશજ્ઞઇંજ્ઞતિંફિિં એપ અથવા વેબસાઈટ પર જોઈ શકાય છે.