રવિવારથી શ્રીલંકામાં શરૂ થશે મહિલા ઈન્ટરનેશનલ ટ્રાઈ નેશન સિરીઝ
જ્યાં એક તરફ દેશભરમાં IPL 2025નો જમાવ છે, ત્યાં બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટ્રાઈ નેશન સિરીઝ માટે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. 23 એપ્રિલથી બેંગલુરુમાં મહિલા ક્રિકેટ ટીમનો કેમ્પ શરૂૂ થયો છે, જેમાં કુલ 15 ખેલાડીઓએ ભાગ લીધો છે. આ તમામ ખેલાડીઓ ભારત તરફથી ટ્રાઈ-નેશન સિરીઝમાં ભાગ લેશે.
ભારત, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે ફોર્મેટની ટ્રાઈ-નેશન સીરિઝ 27 એપ્રિલથી શરૂૂ થઈ 11 મે સુધી ચાલશે. શ્રીલંકા આ સિરીઝનું આયોજન કરશે. કુલ 14 દિવસ ચાલનારી આ સિરીઝમાં ફાઇનલ સહિત કુલ 7 મેચો રમાશે.
આ કેમ્પમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટનHarmanpreet Kaur સહિત તમામ 15 ખેલાડીઓ હાજર છે. કેમ્પનું મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓની ક્ષમતા અને ખામીઓને સમજવી, તેના પર કામ કરવું અને ટીમ વચ્ચે સહકાર વધારવો છે.
IPL ના મધ્યમાં આ આંતરરાષ્ટ્રીય મહિલા સિરીઝ દર્શકો માટે નવો રોમાંચ લાવશે. ભારતની ટીમ સિરીઝ જીતવાનો પ્રયત્ન કરશે જેથી તેઓ આગામી મોટાં ટૂર્નામેન્ટ માટે આત્મવિશ્વાસ મેળવી શકે.