વિમ્બલ્ડન ચેમ્પિયનને મળશે 35 કરોડની અધધ રકમ
વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 30 જૂનથી શરૂૂ થઈ રહ્યો છે. દર વખતની જેમ વિશ્વભરના ટેનિસ ચાહકોની નજર ફરી એકવાર આ સૌથી પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ પર રહેશે. તે જ સમયે, ખેલાડીઓના દ્રષ્ટિકોણથી આ વખતે વિમ્બલ્ડન પહેલા કરતા વધુ આકર્ષક બન્યું છે કારણ કે આ વખતે ઇનામની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે. ફરી એકવાર વિમ્બલ્ડન ચેમ્પિયનને IPL 2025 જેવી વિશ્વ વિખ્યાત ક્રિકેટ લીગના વિજેતા કરતાં વધુ પૈસા મળશે.
આ વખતે ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ (AELTC) દ્વારા વિમ્બલ્ડનની કુલ ઇનામી રકમમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પુરુષો અને મહિલા સિંગલ્સના ચેમ્પિયનને ગયા વખત કરતા 11 ટકા વધુ પૈસા મળશે.
આ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ઈનામી રકમ વધારીને 623 કરોડ રૂૂપિયા કરવામાં આવી છે. આમાંથી, પુરુષ અને મહિલા સિંગલ્સ કેટેગરીના વિજેતાઓને લગભગ 35-35 કરોડ રૂૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે, IPL 2025ની વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂૂપિયા મળ્યા હતા જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની વિજેતા દક્ષિણ આફ્રિકા ટીમને 30 કરોડ રૂૂપિયા આપવામાં આવ્યા હતા. ફક્ત વિમ્બલ્ડન 2025ના સિંગલ્સ ચેમ્પિયનને આનાથી વધુ પૈસા મળશે.
આ વર્ષના પુરુષ અને મહિલા વર્ગના વિજેતાઓને ગયા વર્ષના ઈનામો કરતાં 11.1% વધુ રકમ મળશે. સિંગલ્સના પહેલા રાઉન્ડમાં હારી જનારા ખેલાડીઓને લગભગ 76 લાખ રૂૂપિયા મળશે, જે ગયા વર્ષ કરતાં 10% વધુ છે. જ્યારે સિંગલ્સ મેન્સ અને વિમેન્સ કેટેગરીના ચેમ્પિયનને લગભગ 35 કરોડ રૂૂપિયા અને રનર્સ-અપને લગભગ 17.71 કરોડ રૂૂપિયા મળશે, ત્યારે સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવનારા ખેલાડીઓને લગભગ 9.03 કરોડ રૂૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં, કુલ રકમ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ કેટેગરીના અન્ય વિજેતાઓમાં વહેંચવામાં આવશે.