વિરાટ કોહલી ભારત છોડી બ્રિટીશ નાગરિક બનશે?
સોશિયલ મીડિયામાં ચર્ચા જામી
ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ભારત છોડીને બ્રિટનની નાગરિકતા લેવા જઈ રહ્યો હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે.સોશિયલ મીડિયા પર સતત એવા અહેવાલો વહેતા થઈ રહ્યા છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડન શિફ્ટ થઈ શકે છે. ઝ20 વર્લ્ડ કપ જીત્યા બાદ કોહલી મુંબઈથી સીધો લંડન ગયો હતો. જે બાદ આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
વિરાટ કોહલીની પત્ની અનુષ્કા અને બાળકો અકાય અને વામિકા ત્યાં પહેલાથી જ હાજર હતા. જો વિરાટ કોહલી બ્રિટિશ નાગરિક બને છે તો ઈંઙક 2025માં તેની ભાગીદારી પણ બદલાઈ શકે છે. ઈંઙક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (ઇઈઈઈં) દ્વારા સંચાલિત થાય છે, જેમાં ખેલાડીઓની પાત્રતા માટે ચોક્કસ નિયમો છે. ટીમમાં નાગરિકતાના બદલે તેમના પ્રતિનિધિત્વના દેશના આધારે મર્યાદિત સંખ્યામાં વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે.
કોહલી જન્મ અને પ્રતિનિધિત્વ દ્વારા ભારતીય હોવાને કારણે તેને સામાન્ય રીતે વિદેશી ખેલાડી ગણવામાં આવતો નથી. જો કોહલી યુકેની નાગરિકતા પ્રાપ્ત કરવા છતાં તેનું ભારતીય પ્રતિનિધિત્વ જાળવી રાખે છે તો તેની ઈંઙક પાત્રતા પર કોઈ અસર થશે નહીં.