વિરાટ કોહલી-બાબર આઝમ એક સાથે રમશે? આફ્રો એશિયા કપ યોજવા વિચારણા
જય શાહ ICCના ચેરમેન બન્યા બાદ આવી શકયતામાં વધારો
કલ્પના કરો, એક ટીમ જેમાં ભારતના વિરાટ કોહલી અને પાકિસ્તાનના બાબર આઝમ એકસાથે બેટિંગ કરી રહ્યા છે, જસપ્રિત બુમરાહ એક છેડેથી વિરોધી ટીમ પર હુમલો કરે છે અને બીજા છેડેથી પાકિસ્તાનનો શાહીન આફ્રિદી. એક ટીમ જેમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ સાથે જોવા મળે છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ આઈસીસી પહોંચ્યા બાદ આ શક્યતા બની છે.
તમે વિચારતા હશો કે જે ટીમો એકબીજા સામે દ્વિપક્ષીય શ્રેણી પણ નથી રમી શકતી તે ટીમના ખેલાડીઓ એકસાથે કેવી રીતે રમી શકે. જવાબ છે આફ્રો-એશિયા કપ. આ ટુર્નામેન્ટ 2000 ના દાયકાની શરૂૂઆતમાં રમાઈ હતી.આ ટુર્નામેન્ટ માટે ભારત અને પાકિસ્તાનની ટીમો એકસાથે ઉતરતી હતી . છેલ્લા ઘણા સમયથી તેનું આયોજન કરવામાં આવ્યું નથી, જો કે આઈસીસીમાં જય શાહના આગમનથી આ ટૂર્નામેન્ટનું ફરીથી આયોજન થઈ શકે છે. જય શાહ તાજેતરમાં ઈંઈઈના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેઓ આ વર્ષના અંતમાં ચાર્જ સંભાળશે.
વર્ષ 2022માં ફરીથી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની વાત થઈ હતી. આફ્રિકન ક્રિકેટ એસોસિએશનના સુમદ દામોદર અને અઈઈના મહિન્દ્રા વલીપુરમે 2023માં ટી20 ફોર્મેટમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવાની યોજના બનાવી હતી. એસોસિયેટ નેશન્સનાં કેટલાક ખેલાડીઓને તક આપવાની વાત પણ થઈ હતી. જો કે, આફ્રિકન બોર્ડની અંદરની લડાઈને કારણે આ થઈ શક્યું નથી.
સાઉથ આફ્રિકા ક્રિકેટના દામોદરે હાલમાં આ મેચો અંગે ફોર્બ્સને કહ્યું, આ મેચો દેશો વચ્ચેની રાજકીય દિવાલ તોડી શકે છે. ક્રિકેટ અંતર કાપી શકે છે. વ્યક્તિગત રીતે, મને નથી લાગતું કે ખેલાડીઓ એકબીજાને ધિક્કારે છે. મને ખાતરી છે કે તે તેના માટે તૈયાર હશે. આફ્રો-એશિયા કપનું આયોજન વર્ષ 2005 અને 2007માં કરવામાં આવ્યું હતું. એશિયન ઈલેવનમાં પાકિસ્તાનના શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી અને ભારતના વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડ એક જ ટીમમાં રમતા જોવા મળ્યા હતા. આફ્રિકન ડઈંમાં ઝિમ્બાબ્વે અને કેન્યાના ખેલાડીઓ સામેલ હતા. જો કે, 2008માં મુંબઈ બોમ્બ વિસ્ફોટ પછી, આ ટુર્નામેન્ટ ફરી ક્યારેય યોજાઈ ન હતી.