ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શ્રીલંકાની વન-ડે શ્રેણીમાં રોહિત શર્મા રમશે? ગંભીરે છૂટ્ટી રદ કરી

12:36 PM Jul 18, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

રોહિત કેપ્ટનશિપ સંભાળશે તેવી પણ ચર્ચા

Advertisement

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ રોહિત શર્મા વનડે શ્રેણીમાં રમવાના સમાચાર સામે આવ્યા છે. રોહિત હાલ છુટ્ટી પર છે. પરંતુ, એવું માનવામાં આવે છે કે તેને 2 ઓગસ્ટથી શરૂૂ થનારી ભારત-શ્રીલંકા વનડે શ્રેણીમાં પુનરાગમન કરવું પડી શકે છે. કોચ ગંભીરે તેની છુટ્ટી રદ્દ કરી દીધી છે.

શ્રીલંકા સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની રાહ જોવાઈ રહી છે, પરંતુ તે પહેલા ટી20 ટીમની કપ્તાની અંગે હંગામો વધી ગયો છે. ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલી નવી અપડેટ સતત સામે આવી રહી છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસ પર વનડે શ્રેણી રમતો જોવા મળી શકે છે. જો રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસે જશે તો તે આ શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી પણ સંભાળતો જોવા મળશે.

હાલમાં રોહિત શર્મા પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ તે પત્ની અને પુત્રી સાથે યુ.કે.ની મુલાકાતે ગયો હતો. જો કે, રોહિતે હજુ સુધી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રમવા અંગે કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ, એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તે બીસીસીઆઇને તેની ઉપલબ્ધતા વિશે જાણ કરશે.

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને અજીત અગરકરની આગેવાની હેઠળની બેઠક યોજાઈ હતી, જેમાં બીસીસીઆઇ સચિવ જય શાહ પણ હાજર હતા. નવા મુખ્ય કોચ બનેલા ગૌતમ ગંભીરે પોતાના ઘરેથી ઓનલાઈન મિટિંગમાં ભાગ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરે ખેલાડીઓની પસંદગીને લઈને પસંદગીકારો સાથે ઘણી ચર્ચા કરી છે.

Tags :
rohitsharmashrilankaSportsNEWSworldworldnews
Advertisement
Advertisement