રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેશે? પોસ્ટથી ચર્ચા જામી
ચેમ્પિયન ટ્રોફીમાં જાડેજાને સામેલ થવાના ચાન્સ ઓછા
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેના ODI ક્રિકેટ ભવિષ્ય અંગે અનિશ્ચિતતા વચ્ચે Instagram સ્ટોરીઝ પર એક રહસ્યમય પોસ્ટ કરી છે. આ પોસ્ટથી ક્રિકેટ વર્તુળોમાં હલચલ મચી ગઈ છે કે શું રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનું વિચારી રહ્યો છે. એવા પણ અહેવાલો છે કે ભારતીય ક્રિકેટ થિંક ટેન્ક આગામી 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાડેજાને ટીમમાં સામેલ કરવાના મૂડમાં નથી.
આ પોસ્ટ જાડેજાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાં તેણે ટેસ્ટ જર્સીની પાછળની તસવીર પોસ્ટ કરી છે, જેના પર તેનો શર્ટ નંબર 8 લખેલું છે. સિડની ટેસ્ટમાં પ્રથમ ગુલાબી રંગની જર્સીની તસવીર શેર કરી. જાડેજાની પોસ્ટને જોતા ક્રિકેટ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવી છે અને સિડની ટેસ્ટ મેચ તેની છેલ્લી ટેસ્ટ મેચ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે જાડેજાએ બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ભારત દ્વારા રમાયેલી પાંચમાંથી ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. તેની બેટિંગ પ્રતિભાને કારણે તેને વધુ પસંદ કરવામાં આવ્યો હતો, અને તેણે લોઅર મિડલ ઓર્ડરમાં 27ની એવરેજથી 135 રન બનાવ્યા અને ચાર વિકેટ લીધી.
ભારત 3-1 થી શ્રેણી હારી ગયું અને ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ પછી પ્રથમ વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી. જાડેજાએ 2024 ઝ20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે T20Iમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે એવા સંકેતો મળી રહ્યા છે કે જાડેજાનું ભાવિ સંકટમાં આવી શકે છે, કારણ કે BCCI આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં તેની ભૂમિકાનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર છે. તે જાણીતું છે કે જાડેજા, મહાન ઓલરાઉન્ડરોમાંના એક ગણાય છે. રવિચંદ્રન અશ્વિન સાથે સ્પિન-બોલિંગ જોડી બનાવી, જેણે 2012 અને 2024ની વચ્ચે ટેસ્ટમાં ઘરઆંગણે ભારતનું અભૂતપૂર્વ વર્ચસ્વ વધાર્યું.