For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા વર્લ્ડ કપની બન્ને સેમિ ફાઇનલમાં વરસાદ નડશે?

10:52 AM Oct 27, 2025 IST | admin
મહિલા વર્લ્ડ કપની બન્ને સેમિ ફાઇનલમાં વરસાદ નડશે

Advertisement

ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાઈ રહેલા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં નોકઆઉટ રાઉન્ડની પરાકાષ્ઠા આવી ગઈ છે, પરંતુ મેઘરાજા બાજી બગાડવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે, કારણકે દિવાળી પછી પણ વરસાદ પીછો નથી છોડતો અને સંભાવના એવી છે કે બુધવાર, 29મી ઑક્ટોબર અને ગુરુવાર, 30મી ઑક્ટોબરે (બન્ને સેમિ ફાઇનલના દિવસે) વરસાદ ફરી વિઘ્ન બની શકે. જોકે બન્ને સેમિ ફાઇનલ પૂરી રમાડી શકાય એ માટે આઇસીસીએ રિઝર્વ ડે રાખ્યા છે.

બુધવાર, 29મી ઑક્ટોબરે પ્રથમ સેમિ ફાઇનલ ગુવાહાટીમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. ગુરુવાર, 30મી ઑક્ટોબરે બીજી સેમિ ફાઇનલ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે અને એમાં ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. ભારતની મહિલા ક્રિકેટરો ક્યારેય કોઈ વર્લ્ડ કપ નથી જીતી શકી. ગુવાહાટીમાં બુધવારે અને નવી મુંબઈમાં ગુરુવારે વરસાદને લીધે સેમિ ફાઇનલ ખોરવાઈ જાય તો એ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા રાખવામાં આવી છે એ ઉપરાંત રવિવાર, બીજી નવેમ્બરે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં જ રમાનારી ફાઇનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement