ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કે.એલ. રાહુલને KKR કેપ્ટનશિપ આપશે?

10:48 AM Aug 30, 2025 IST | Bhumika
Advertisement

કોલકાતા માટે વિકેટકીપિંગનો વિકલ્પ બનશે

Advertisement

IPL 2026 મા પ્લેયર્સના ટ્રેડ (IPL 2026 Trade News ) ખૂબ ચર્ચામાં રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ ખેલાડી અહીંથી ત્યાં ગયો નથી. સંજુ સેમસનનું નામ ઘણી ટીમો સાથે જોડાયેલું છે, પરંતુ હજુ સુધી કોઈ ડીલ ફાઇનલ થઈ નથી. હવે એક મીડિયા રિપોર્ટ અનુસાર કોલકાતા નાઈટ રાઈડર્સ KL રાહુલને સાઇન કરવામાં રસ દાખવી રહ્યું છે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે KKR રાહુલને પણ કેપ્ટનશીપ સોંપી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે ગયા સીઝનમાં 2 આંતરરાષ્ટ્રીય વિકેટકીપર બેટ્સમેન હતા. ક્વિન્ટન ડી કોક, જે 8 મેચમાં ફક્ત 152 રન કરી શક્યો હતો. રહેમાનુલ્લાહ ગુરબાઝને IPL 2025 મા ફક્ત પાંચ મેચ રમવાની તક મળી જેમા તેમણે ફક્ત 74 રન કર્યા હતા. આવી સ્થિતિમાં જો KL રાહુલ ટીમમાં આવે છે તો કોલકાતા પાસે વિકેટકીપિંગનો વિકલ્પ વધશે. સાથે સાથે રાહુલના આવવાથી ટીમને અનુભવી કેપ્ટન પણ મળી શકે છે. ગયા સીઝનમાં અજિંક્ય રહાણેએ ટીમનું નેતૃત્વ કર્યું હતું.

Tags :
indiaindia newsKL RahulSportssports news
Advertisement
Next Article
Advertisement