For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો ઇસ્લામ અંગીકાર કરશે?

11:03 AM Dec 05, 2024 IST | Bhumika
ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો ઇસ્લામ અંગીકાર કરશે
Advertisement

ગોલકીપર વાલી અબ્દુલાનો ખુલાસો

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાં સામેલ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરેબિયાની અલ નાસર ફૂટબોલ ક્લબ માટે રમે છે. તેણે વર્ષ 2022માં આ ટીમ સાથે કરાર કર્યો હતો. આ ક્લબમાં રોનાલ્ડો સાથે રમતા ગોલકીપર વાલીદ અબ્દુલ્લાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાલીદ અબ્દુલ્લાએ રોનાલ્ડોના ઈસ્લામ અંગીકાર કરવાની શક્યતાનો સંકેત આપ્યો છે. વાલીદ અબ્દુલ્લાએ એક ટીવી શોમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશે વાત કરતાં મોટું નિવેદન આપ્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું, રોનાલ્ડો ખરેખર ઇસ્લામ કબૂલ કરવા માંગે છે. મેં તેની સાથે તેના વિશે વાત કરી અને તેણે તેમાં રસ દાખવ્યો. તેણે ગોલ કર્યા પછી મેદાન પર સજદો કર્યો છે અને તે હંમેશા ખેલાડીઓને નમાઝ અદા કરવા અને ઇસ્લામિક ધાર્મિક વિધિઓનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ગોલ કર્યા બાદ જ્યારે રોનાલ્ડોએ મેદાન પર પ્રણામ કર્યા ત્યારે તમામ ખેલાડીઓએ સાથે મળીને અલ્લાહુ અકબરના નારા લગાવ્યા.

Advertisement

અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે રોનાલ્ડોએ સ્થાનિક સંસ્કૃતિ, ખાસ કરીને ઇસ્લામ અને તેની પ્રથાઓમાં ઊંડો રસ લીધો છે, તેથી તે તેના મુસ્લિમ સાથી ખેલાડીઓને વધુ સારી રીતે આદર અને સમજી શકે છે. અબ્દુલ્લાએ કહ્યું, નજ્યારે પ્રેક્ટિસ દરમિયાન અઝાનનો અવાજ આવે છે, ત્યારે રોનાલ્ડોએ કોચને અઝાન પૂરી ન થાય ત્યાં સુધી સત્ર રોકવા માટે કહ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement