ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોહસીન નકવી સામે BCCI ટ્રોફી ચોરીનો કેસ કરશે?

10:58 AM Oct 02, 2025 IST | Bhumika
Advertisement

ટ્રોફી પરત આપવા 72 કલાકની મર્યાદા આપી છે

Advertisement

એશિયા કપ ટ્રોફીને લઈને ચાલી રહેલો વિવાદ હવે દુબઈ પોલીસ સુધી પહોંચવાનો છે. મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે BCCI આ મામલે મોહસીન નકવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ મોહસીન નકવી એશિયા ક ટ્રોફી લઈ હોટલ ચાલ્યો ગયો હતો. મોહસીન નકવી પાસે હજુ પણ એ ટ્રોફી છે અને તે કહે છે કે જો ભારતીય કેપ્ટન એશિયન ક્રિકેટ કાઉન્સિલના કાર્યાલયમાં વ્યક્તિગત રીતે તેની પાસેથી ટ્રોફી લેવા આવે તો જ તે તેને પરત કરશે. નકવીના આગ્રહને પગલે, BCCI એ હવે તેની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

અહેવાલો સૂચવે છે કે નકવી વિરુદ્ધ ટ્રોફીની ચોરી અને ગેરકાયદેસર કબજાની ફરિયાદ દાખલ થઈ શકે છે. BCCI એ નકવીને ટ્રોફી પરત કરવા માટે ફક્ત 72 કલાકનો સમય આપ્યો છે. જો તે નિષ્ફળ જાય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકવીને ટ્રોફી સાથે પાકિસ્તાન જતા અટકાવવા માટે BCCI UAE અધિકારીઓ સાથે સતત વાતચીત કરી રહ્યું છે.

વધુમાં, નકવીને તેના પદ પરથી દૂર કરવાના પ્રયાસો શરૂૂ થઈ ગયા છે. પ્રશ્ન એ છે કે જો મોહસીન નકવી સામે દુબઈમાં ચોરીનો કેસ દાખલ થાય તો તેના શું પરિણામો આવી શકે છે? દુબઈમાં ચોરી માટે ખૂબ જ કડક સજા છે. દંડ ઉપરાંત, ગુનેગારને 5 થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. કેટલાક ગંભીર ચોરીના કેસોમાં, 15 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

Tags :
BCCI fileindiaindia newsMohsin NaqviSportssports news
Advertisement
Next Article
Advertisement