For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુવાહાટી ટેસ્ટમાં શુભમન ગિલના વિકલ્પે કોણ? ‘ગંભીર’ સમસ્યા

11:01 AM Nov 20, 2025 IST | Bhumika
ગુવાહાટી ટેસ્ટમાં શુભમન ગિલના વિકલ્પે કોણ  ‘ગંભીર’ સમસ્યા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂૂ થવાની છે. પરંતુ ટેસ્ટ પહેલાંની પરિસ્થિતિ ભારત માટે અનુકૂળ નથી. કોલકાતા ટેસ્ટમાં હાર મળ્યા પછી ટીમ ઈન્ડિયાને શ્રેણી બચાવવા આ મેચ જીતવી ફરજિયાત છે. આ જ સમયે ઈન-ફોર્મ કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને બીજી ટેસ્ટમાં નહીં રમે, આ પરિસ્થિતિએ ટીમ મેનેજમેન્ટને મૂંઝવણમાં મૂકી દીધું છે.

Advertisement

ગિલની ગેરહાજરીએ ટીમમાં ખાલી પડેલી જગ્યાને લઈને ત્રણ નામ સામે આવે છે સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી. જો કે, આમાંથી કોઈપણ વિકલ્પ સંપૂર્ણ વિશ્વાસપૂર્ણ નથી. સુદર્શન અને પડિકલ બંને ડાબા હાથના બેટ્સમેન છે. જો તેમની પસંદગી થાય તો ભારતીય બેટિંગ લાઈનઅપમાં ટોચના આઠમાંથી છ બેટ્સમેન ડાબા હાથના બની જશે. એવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના ઓફ-સ્પિનર સિમોન હાર્મર અને એડન માર્કરામને વધુ મદદ મળશે, જેઓ કોલકાતા ટેસ્ટમાં ભારતને ભારે પડ્યા હતા. રેડ્ડી એક સારો વિકલ્પ છે, પરંતુ તેની પણ સમસ્યા છે. જમણા હાથના બેટ્સમેન હોવાને કારણે બેટિંગ લાઈનઅપનું સંતુલન થોડું સુધરી શકે છે, પરંતુ રેડ્ડી તાજેતરમાં ફોર્મમાં નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement