ટીમ ઇન્ડિયાને કયારે મળશે ટ્રોફી? ACC મીટિંગ બાદ પણ કોકડું ગુંચવાયેલું
ACC એ પાંચ દેશોને બેઠક યોજી વિવાદ ઉકેલવા કહ્યું
એશિયા કપ 2025 ફાઇનલમાં ભારતની પ્રભાવશાળી જીત બાદ, ટ્રોફી અને મેડલને લઈને ચાલી રહેલો વિવાદ હજુ પણ ચાલુ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC ) એ મંગળવારે દુબઈમાં પોતાની બેઠકમાં આ મુદ્દા પર કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. કાઉન્સિલે આ ઠરાવ પાંચ ટેસ્ટ રમનારા દેશોના બોર્ડ પર છોડી દીધો છે. વિવાદનું મૂળ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ પછી બનેલી એક ઘટનામાં ઉદભવ્યું છે. ભારતે શાનદાર પ્રદર્શન સાથે એશિયા કપ જીત્યો હતો, પરંતુ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઙઈઇ) ના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી અને મેડલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ નકવીએ પોતે ટ્રોફી લીધી, જેના કારણે ટીમ ઇન્ડિયાને તેના વિના ઉજવણી કરવાની ફરજ પડી.
આ ઘટનાએ ક્રિકેટ જગતને આઘાત પહોંચાડ્યો અને બંને દેશો વચ્ચે તણાવ વધાર્યો.મોહસીન નકવીની અધ્યક્ષતામાં ACC ની બેઠકમાં BCCI તરફથી રાજીવ શુક્લા અને આશિષ શેલાર વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા. ટ્રોફી વિવાદ સિવાય, ઉપપ્રમુખની ચૂંટણી અને ઉભરતા ખેલાડીઓ અને અંડર-19 ટુર્નામેન્ટના સમયપત્રકને અંતિમ સ્વરૂૂપ આપવા જેવા અન્ય એજન્ડા મુદ્દાઓ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી ન હતી. ACC એ BCCIPCBબાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (SLC), શ્રીલંકા ક્રિકેટ (ACB) અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (અઈઇ) ને ટ્રોફી વિવાદને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા માટે ઔપચારિક ઑફલાઇન બેઠક યોજવાનો આદેશ આપ્યો છે.