For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈ ઈન્ડિયન્સે 700 કરોડમાં ધ હડ્રેડ લીગમાં હિસ્સો ખરીદ્યો

11:25 AM Aug 28, 2025 IST | Bhumika
મુંબઈ ઈન્ડિયન્સે 700 કરોડમાં ધ હડ્રેડ લીગમાં હિસ્સો ખરીદ્યો

મુંબઈ ઈન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઈઝી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લીગ્સમાં પોતાનો પગપેસારો વધારી રહી છે. તાજેતરમાં, MIએ ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ધ હંડ્રેડ લીગની ટીમ ઓવલ ઈન્વિન્સિબલ્સમાં 49% હિસ્સો ખરીદ્યો છે. આ સોદો લગભગ 700 કરોડ રૂૂપિયાથી વધુનો હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, આ ખરીદી પછી ટીમનું નામ બદલીને ‘MI લંડન’ કરવામાં આવશે. આ નિર્ણય આગામી સીઝન, એટલે કે 2026 થી અમલમાં આવશે.
અહેવાલ મુજબ, 2025 સીઝન પહેલાં, ધ હંડ્રેડ લીગમાં ટીમોમાં ઓછામાં ઓછા 49% હિસ્સા માટે બોલી લગાવવાની પ્રક્રિયા શરૂૂ થઈ હતી.

Advertisement

જેમાં મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ ઓવલ ઈન્વિન્સિબલ્સ માટે બોલી લગાવી, જેનું મૂલ્યાંકન લગભગ 123 મિલિયન પાઉન્ડ કરવામાં આવ્યું હતું. MI દ્વારા 49% હિસ્સો ખરીદવા માટે 60 મિલિયન પાઉન્ડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે, જે ભારતીય ચલણમાં આશરે ₹700 કરોડથી વધુ થાય છે. જોકે, ઓવલ ઈન્વિન્સિબલ્સમાં બાકીનો 51% હિસ્સો હજુ પણ સરે કાઉન્ટી ક્લબ પાસે છે. આમ છતાં, ફ્રેન્ચાઈઝીના નવા માલિકી હક્કોને કારણે નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સોદા સાથે, ઓવલ ઈન્વિન્સિબલ્સ મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની છઠ્ઠી ટીમ બની ગઈ છે. આ ઉપરાંત, MIની અન્ય ટીમોમાંIPL અને WPLdpમાં મુંબઈ ઈન્ડિયન્સ, અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)માં MI ન્યૂ યોર્ક, દક્ષિણ આફ્રિકાની જઅ20માં MI કેપ ટાઉન, અને ઈન્ટરનેશનલ લીગ ઝ20 (ILT20) માં MI અમીરાતનો સમાવેશ થાય છે. આ વિસ્તરણ દર્શાવે છે કે MI એક વૈશ્વિક ક્રિકેટ બ્રાન્ડ તરીકે ઉભરી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement