શું વાત છે ? ભારત-પાક મેચની બધી ટિકિટો હજુ વેચાઈ નથી !!
એશિયા કપમાં ઘણી બ્લોકબસ્ટર મેચ જોવા મળશે. જેમાંથી સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે. કરોડો ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જુએ છે. પરંતુ દુબઈમાં એક અલગ જ વાતાવરણ જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની બધી ટિકિટો હજુ સુધી વેચાઈ નથી. ભારત-પાકિસ્તાન મેચની પ્રીમિયમ ટિકિટો હજુ પણ વેચાઈ નથી.
સામાન્ય રીતે, આ મેચની ટિકિટો કલાકોમાં જ વેચાઈ જાય છે, પરંતુ પહેલી વાર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. VIP Suites Eastdp હજુ પણ ટિકિટો બાકી છે. ટિકિટિંગ પોર્ટલ Viagogo એ Platinumlist પર બે સીટોની કિંમત 2,57,815 રૂૂપિયા છે. આ પેકેજમાં સ્ટેન્ડની નજીકની સીટો, અનલિમિટેડ ફૂડ અને ડ્રિંક, પાર્કિંગ પાસ, VIP ક્લબ/લાઉન્જમાં પ્રવેશ અને પ્રાઈવેટ એન્ટ્રીનો સમાવેશ થાય છે. રોયલ બોક્સમાં પણ ટિકિટો બાકી છે, જેની કિંમત બે લોકો માટે 2,30,700 રૂૂપિયા છે, જ્યારે Sky Box Eastકિંમત 1,67,851 રૂૂપિયા છે.