બાકીની ત્રણેય મેચ જીતવા અમે આશાવાદી: માર્ક વુડનો ખોંખારો
04:49 PM Jan 27, 2025 IST | Bhumika
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલ તા. 28 ના રોજ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે ત્રીજો ટી-20 મેચ રમાનાર છે તે પૂર્વે આજે સવારે ઇંગ્લેન્ડના ખેલાડીઓએ ક્રિકેટ મેદાનમા જોરદાર પ્રેકટીશ કરી હતી અને પરસેવો વહાવ્યો હતો. આ સમયે પત્રકારો સાથે વાતચિતમા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે જણાવ્યુ હતુંક કે , અમે શ્રેણીની પ્રથમ બે મેચ ગુમાવી છે પરંતુ બાકીની ત્રણેય મેચમા જીત માટે અમે પ્રયાસો કરશુ અને ભારે આશાવદી પણ છીએ. આગલા બન્ને મેચમા ભેજના પ્રમાણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી ત્યારે આવતીકાલના મેચમાં પણ ડયુ (ભેજ)નુ ફેકટર મહત્વનુ રહેશે.
Advertisement
Advertisement