IPL મેચ જોવાનું મોંઘુ થશે, GST 28 ટકાથી વધારી 40 ટકા
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં મોટા ફેરફારોથી લોકોને ઘણા સ્તરે રાહત મળી છે. તો સ્ટેડિયમમાંથી IPL મેચ જોવાનું હવે મોંઘું થઈ ગયું છે. નવા જીએસટી દરો લાગુ થયા પછી ટિકિટ પર 40% જીએસટી લાગશે, જે પહેલા 28% હતો. આ મોટા વધારાથી કેસિનો, રેસ ક્લબ અને લક્ઝરી વસ્તુઓ સાથે IPL ટિકિટો પણ સૌથી વધુ જીએસટી સ્લેબમાં આવી ગઈ છે.
અગાઉ 1,000 રૂૂપિયાની IPL ટિકિટો પર 28% જીએસટી લાગતો હતો, જેનાથી કુલ કિંમત 1,280 રૂૂપિયા થતી હતી. હવે 40%ના નવા દર સાથે તે જ ટિકિટની કિંમત 1400 રૂૂપિયા થશે, એટલે કે, દરેક 1000 રૂૂપિયા માટે 120 રૂૂપિયા અથવા 12%નો વધારો થશે જેથી 500 રૂૂપિયાની ટિકિટ: હવે 640 રૂૂપિયાને બદલે 700 રૂૂપિયામાં, 1000 રૂૂપિયાની ટિકિટ: હવે તે 1280 રૂૂપિયાને બદલે 1400 રૂૂપિયામાં, 2000 રૂૂપિયાની ટિકિટ: હવે તે 2560 રૂૂપિયાને બદલે 2800 રૂૂપિયામાં મળશે. આ નવો જીએસટી દર બધી IPL ટિકિટો અને અન્ય ઉચ્ચ-મૂલ્યવાળી રમતગમતની ઇવેન્ટ્સ પર સમાન રીતે લાગુ થશે. આ ફેરફાર દર્શાવે છે કે રમતગમત મનોરંજન પર હવે કેવી રીતે ટેક્સ લાદવામાં આવી રહ્યો છે. તેને હવે બિન-આવશ્યક અને તમાકુ અથવા સટ્ટાબાજી જેવી વૈભવી વસ્તુઓ અને સેવાઓની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.