For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનનો ઇતિહાસ રચવાની વિરાટને તક

12:36 PM Aug 12, 2024 IST | admin
ટેસ્ટ ક્રિકેટમાં 10 000 રનનો ઇતિહાસ રચવાની વિરાટને તક

આ લિસ્ટમાં સચિન તેડુલકરનું નામ મોખરે છે

Advertisement

ભારતમાં ક્રિકેટને લઈને એક અલગ ક્રેઝ ચાલી રહ્યો છે. ભારત અને શ્રીલંકા પછી મેચથી ભારતની ટીમ આરામમાં અને પછી સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમશે. બાંગલાદેશ પછી ન્યુઝીલેન્ડ અને ઓટ્રેલીયા સાથે પણ રમશે. એટલે આ વર્ષે વિરાટ કોહલી માટે એક ગોલ્ડન ચાન્સ છે એમ કહી શકાય. કારણ કે કોહલી આ સિઝનમાં 10000 રન પુરા કરી શકે છે અને સચિન તેંદુલકર અને રિકી પોટિંગ જેવા મહાન ખેલાડીના લિસ્ટમાં પોતાનું નામ જોડી શકે છે.એટલું જ નહિ પણ વિરાટ કોહલી જો 10000 રન પુરા કરે છે તો ઘણા દિગ્ગજોને પાછળ છોડી શકે છે.

વિરાટ કોહલી અત્યાર સુધીમાં 113 ક્રિકેટ મેચ રહી ચુક્યા છે, જેમાં તેમને 8848 રન બનાવ્યા છે. તેમને 29 સદી અને 30 અડધી સદી ફટકારી છે. વિરાટે કોહલીએ 7 વખત બેવડી સદી મારી છે. તેમનો હાઈએસ્ટ સ્કોર 254 રનનો રહ્યો છે જે સચિન તેંદુલકર કરતા વધારે છે. હવે કોહલીને 10000 રન પુરા કરવા માટે માત્ર 1152રનની જરૂૂર છે. જો વિરાટ વર્ષે રન પુરા કરે છે તો તેમનું નામ 10000 રન પુરા કરવાવાળા ખેલાડીઓની લિસ્ટમાં જોડાઈ જશે. આ લિસ્ટમાં સચિન તેંદુલકરનું નામ સૌથી મોખરે છે.

Advertisement

અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટ મેચમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંદુલકરનાં નામે છે. જેમણે 200 મેચમાં 15921 રન કર્યા હતા. જયારે લિસ્ટમાં પહેલા નંબરે સચિન છે જેમણે 51 સદી અને 68 અડધી સદી ફટકારી છે. સચિનનો હાઈએસ્ટ સ્કોર 248 રનનો રહ્યો છે. જયારે બીજા નંબરે પોટિંગ 168 મેચમાં 13378 રન સાથે છે. જેમણે 41 સદી અને 62 અડધી સદી ફટકારી છે. ત્રીજા નંબરે કાલીસ છે જેમણે 166 મેચમાં 13289 રન ફટકાર્યા હતા. કાલીસે 45 સદી અને 58 અડધી સદી ફટકારી ચુક્યા છે.

જયારે તાજેતરમાં જ ટીમ ઇન્ડિયા શ્રીલંકાથી પછી ફરી છે, જ્યાં તેમને ઝ20 અને વન ડે સિરીઝ રમાઈ હતી. જેમાં ઝ20 સિરીઝ ભારત જીત્યું હતું, પણ વન ડે સિરીઝમાં 2-0 થી હાર મળી હતી. હવે પછી ભારત બાંગ્લાદેશ સાથે ટેસ્ટ સિરીઝ રમશે પછી ઝ20 સિરીઝ રમશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement