For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિરાટનો RCB સાથે કોમર્સિયલ કોન્ટ્રાક્ટમાં સાઇન કરવા ઇનકાર

11:01 AM Oct 14, 2025 IST | Bhumika
વિરાટનો rcb સાથે કોમર્સિયલ કોન્ટ્રાક્ટમાં સાઇન કરવા ઇનકાર

આનો મતલબ એવો નથી કે આરસીબી માટે નહીંં રમે

Advertisement

ગુજરાત મિરર, મુંબઇ,તા.14
એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલીએ RCB સાથે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ વિરાટના છઈઇથી અલગ થવાની અટકળો શરૂૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને સમાચારની દુનિયા સુધી આ અંગે ચર્ચા શરૂૂ થઈ છે, પરંતુ કોઈએ પણ વાસ્તવિક સત્ય જાહેર કર્યું નથી.

નોંધનીય છે કે, વિરાટ કોહલી RCBથી અલગ નથી થઈ રહ્યો. તેમણે ફક્ત કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો છે. આનો અર્થ એ નથી કે, વિરાટ RCB છોડી રહ્યો છે. વિરાટ હજુ નિવૃત્તિ લેવાનો પણ નથી. કોહલી IPL 2026માં RCB તરફથી રમતો જોવા મળશે.

Advertisement

કોમર્શિયલ કોન્ટ્રાક્ટ અને ખેલાડી કોન્ટ્રાક્ટ બે અલગ અલગ બાબતો છે. જો વિરાટ RCB છોડી દેતો હોત, તો તેણે પોતાનો ખેલાડી કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હોત, પરંતુ તેમણે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર સહી કરવાનો ઇનકાર કર્યો છે. આનો અર્થ એ થયો કે, તે કોઈપણ બ્રાન્ડ સાથે જોડાવાનો ઇનકાર કરી રહ્યો હશે. ફ્રેન્ચાઇઝી વિવિધ સ્પોન્સરશિપ લે છે, જેમાં શરત રાખવામાં આવી છે કે તેમના ખેલાડીઓ લીગ દરમિયાન તેમના માટે વીડિયો અથવા જાહેરાતો કરશે.

આવા કિસ્સાઓમાં તેમને સ્પોન્સરશિપ તરીકે મોટી રકમ મળે છે. જો કે, વિરાટ કોઈપણ બ્રાન્ડ સાથે જોડાવા માંગતો નથી, જેના કારણે તેણે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર સહી કરવાનો ઇનકાર કર્યો છે. જો કે, કોઈ રિપોર્ટમાં ખુલાસો થયો નથી કે, વિરાટે કઈ બ્રાન્ડ સાથે જોડાવાનો ઇનકાર કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement