7 મહિના બાદ વિરાટ કોહલી, રોહિત શર્માનું ટીમ ઇન્ડિયામાં કમબેક?
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં સમાવેશ થવાની સંભાવના
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂૂ થઈ ગઈ છે, જેનાથી ચાહકોમાં ઉત્સાહ ફેલાયો છે. પરંતુ ટીમ ઈન્ડિયાના ચાહકો જે ક્ષણની સૌથી વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ક્ષણ દૂર નથી. અમદાવાદમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટના ત્રીજા દિવસે મેદાન પર કાર્યવાહી શરૂૂ થશે, ત્યારે બીસીસીઆઈની સિનિયર મેન્સ સિલેક્શન કમિટી પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવા માટે બેઠક કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને વર્તમાન વનડે કેપ્ટન રોહિત શર્મા લગભગ સાત મહિના પછી ટીમમાં પાછા ફરશે.
એક અહેવાલ મુજબ પસંદગી સમિતિ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી શનિવાર, 4 ઓક્ટોબરના રોજ કરશે અને તે જ દિવસે જાહેરાત થવાની અપેક્ષા છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસ દરમિયાન ODI અને ટી-20 શ્રેણી રમશે, જે ઓક્ટોબરના બીજા ભાગમાં યોજાશે.
ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ અને રોહિત ફક્ત ODI ક્રિકેટમાં સક્રિય છે. તેથી, ODI શ્રેણી માટે તેમની પસંદગીની ચર્ચા જ કરવામાં આવશે. જોકે, એ વાત ચોક્કસ છે કે ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજ ઘણા મહિનાના આંતરરાષ્ટ્રીય વિરામ પછી ટીમ ઈન્ડિયાની બ્લયુ જર્સીમાં જોવા મળશે.