વિરાટ યુગનો અંત, ટેસ્ટ ક્રિકેટમાંથી કોહલીનો સંન્યાસ
વન ડે ફોર્મેટમાં રમશે, વિરાટે 68 ટેસ્ટ મેચમાં કેપ્ટન્સી કરી જેમાં 40માં જીત મેળવી હતી
રોહિત શર્મા પછી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે. આ સાથે જ ટેસ્ટમાં વિરાટ-રોહિત યુગનો અંત થયો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી વન ડે ફોર્મેટમાં રમતો રહેશે.
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ટેસ્ટમાં સંન્યાસની જાહેરાત કરતા લખ્યુ, ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આટલી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે અને મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર લઈ જઈશ... હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ.વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપ બાદ ટી-20 ફોર્મેટમાંથી સંન્યાસ લઇ ચુક્યો છે. હવે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસની જાહેરાત કરી છે. વિરાટ કોહલી હવે વન ડે ફોર્મેટમાં રમતો રહેશે.
36 વર્ષના વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતો જોવા મળ્યો હતો. જ્યાં ભારતે 5 મેચની સિરીઝમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ સિરીઝની પ્રથમ મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી પરંતુ તે બાદ તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.વિરાટ કોહલીએ જૂન 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરૂૂદ્ધ કિંગ્સટનમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વિરાટ કોહલીએ પોતાની પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં અંતિમ ટેસ્ટ મેચ જાન્યુઆરી 2025માં રમી હતી. અંતિમ ટેસ્ટ મેચ ઇનિંગમાં વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગમાં 17 અને બીજી ઇનિંગમા 6 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. વિરાટ કોહલીએ 68 ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટન્સી કરી છે જેમાં 40માં ટીમને જીત મળી છે. કોહલીએ જ્યારે ટીમની કેપ્ટન્સી સંભાળી હતી ત્યારે ભારતીય ટીમ ઈંઈઈ રેન્કિંગમાં સાતમા સ્થાન પર હતી. વિરાટ કોહલી અને સાથી ખેલાડીઓની મહેનતને કારણે કોહલીએ વર્લ્ડ નંબર-1 સુધી ટીમને પહોંચાડી હતી. આ પહેલા રોહિત શર્માએ બુધવારે (7 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 7 મેના રોજ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને રેડ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. જોકે, તે વનડે ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે. 38 વર્ષીય રોહિત શર્માએ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ઝ20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી.
વિરાટ કોહલીની ટેસ્ટ કરિયર
વિરાટ કોહલીની ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેને 123 ટેસ્ટ મેચ રમી છે. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચમાં 210 ઇનિંગ રમી છે જેમાં 9230 રન બનાવ્યા છે. વિરાટ કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 254 રન છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.