For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાયપુરમાં સદી ફટકારી વિરાટ કોહલીએ તોડ્યા 3 રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો

11:02 AM Dec 04, 2025 IST | Bhumika
રાયપુરમાં સદી ફટકારી વિરાટ કોહલીએ તોડ્યા 3 રેકોર્ડ  વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો

દ.આફ્રિકા સામે ત્રણેય ફોર્મટમાં 10 સદીના રેકોર્ડમાં બીજા સ્થાને

Advertisement

વિરાટ કોહલી એક પછી એક સદી ફટકારીને રેકોર્ડ તોડી રહ્યો છે. તેણે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીની બંને મેચમાં સદી ફટકારી છે. તેણે રાંચીમાં 135 રન બનાવ્યા અને હવે રાયપુરમાં 102 રન બનાવી સદી ફટકારી છે. પોતાની ODI કારકિર્દીની 53મી સદી ફટકારીને ‘કિંગ કોહલી’એ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. તેણે એક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે.

વિરાટ કોહલીએ તેની મોટાભાગની ODI કારકિર્દીમાં નંબર 3 પર બેટિંગ કરી છે. તેણે હવે ODI ક્રિકેટમાં નંબર 3 પર બેટિંગ કરતી વખતે 46 સદી ફટકારી છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. અગાઉ નંબર 3 પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકરના નામે હતો. તેંડુલકરે ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે 45 ODI સદી ફટકારી હતી.

Advertisement

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે 33 ODI રમી છે, જેમાં 31 ઇનિંગ્સમાં 1741 રન બનાવ્યા છે. તે દક્ષિણ આફ્રિકા સામે ODI માં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. 31 ઇનિંગ્સમાં આ 15મી વખત હતું જ્યારે વિરાટે દક્ષિણ આફ્રિકા સામે 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. તેની પહેલા કોઈ ભારતીય બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યો નથી.

રાયપુર 34મું સ્થાન છે જ્યાં વિરાટ કોહલીએ ODI સદી ફટકારી છે. વિરાટ કોહલીએ હવે વિવિધ મેદાનો પર સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિન તેંડુલકરે પણ પોતાની ODI કારકિર્દીમાં 34 અલગ અલગ સ્થળોએ સદી ફટકારી છે.

વિરાટ કોહલીનો ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે મજબૂત રેકોર્ડ છે, આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે તેની 10મી સદી છે. કોહલીએ હવે યાદીમાં રિકી પોન્ટિંગ, ડેવિડ વોર્નર અને કેન વિલિયમસનની બરાબરી કરી છે. જેમાં આ તમામ બેટ્સમેને ત્રણેયે ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે 10 સદી ફટકારી છે. કોહલીએ હવે ત્રણેયની બરાબરી કરી છે, જે તેને યાદીમાં સંયુક્ત રીતે બીજા સ્થાને રાખે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement